- શિવસેના કોંગ્રેસ લોકોને ગુમરાહ કરી રહી છે
- રૂપાલા-ફડણવીસે જાહેર સભાને સંબોધી
- કોંગ્રેસ-શિવસેના પર આકરા પ્રહારો કર્યા
સેલવાસ :- દાદરા નગર હવેલીના પાટનગર સેલવાસમાં લાયન્સ કોલેજના મેદાનમાં ભાજપની જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉપસ્થિત દેવેન્દ્ર ફડણવીસ ( Former Chief Minister of Maharashtra Devendra Fadnavis ) અને પુરષોતમ રૂપાલાએ શિવસેના અને કોંગ્રેસ પર લોકોને ગુમરાહ કરવાના આક્ષેપ કર્યા હતાં. લોકસભા પેટાચૂંટણીની ( DNH By-election ) જાહેરસભાને સંબોધન કરવા સેલવાસ આવેલા કેન્દ્રીયપ્રધાન પુરષોતમ રૂપાલાએ ( Union Minister Purshotam Rupala ) જણાવ્યું હતું કે, વર્તમાન ચૂંટણીમાં Congress ની શું મજબૂરી હશે તે તો કોંગ્રેસના આગેવાનો જ કહી શકે. પણ, અહીંયા આવીને ધ્યાને આવ્યું કે અહીં કોંગ્રેસના ઉમેદવાર તો રાખ્યા છે. પણ ક્યાં રાખ્યાં છે તે અહીંની જનતાના ધ્યાનમાં નથી.
મહેશ ગાવીતને મોદીની ટીમમાં મોકલવાનું મન જનતાએ બનાવ્યું છે
રૂપાલાએ જણાવ્યું કે આ લોકોએ જનતા સાથે છેતરપિંડી કરી છે તેવું બાહ્ય વર્તન બંને પાર્ટી કરી રહી છે. એકબીજા વિશે વાતો કરતાં નથી અને ભાજપને બદનામ કરવાની વાતો કરી લોકોને ગુમરાહ કરી રહ્યાં છે. પરંતુ ભાજપની અહીંની ટીમ સાથે વાત કરતાં જાણવા મળ્યું છે કે, વડાપ્રધાનની ટીમમાં મહેશ ગાવીતને મોકલવાનું મન અહીંની જનતાએ બનાવ્યું છે. રૂપાલાએ ભાજપના લોકસભાની પેટાચૂંટણીના ઉમેદવાર મહેશ ગાવીત માટે જણાવ્યું હતું કે તેમના રાજકીય અનુભવ મુજબ આવનારા દિવસોમાં તે એક ઉમદા નેતા નીવડશે.
લોકો મોદીને, ભાજપને અને મહેશને જ પસંદ કરશે
જ્યારે જાહેર મંચ પરથી જાહેર જનતાને સંબોધન કરનાર મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે દાદરા નગર હવેલી લોકસભા પેટા ચૂંટણીમાં શિવસેનાએ ઉમેદવારી આપી છે અને પોતાનું અસ્તિત્વ બતાવવાની વાત કરી છે. આ લોકો અવસરવાદી છે. કેમકે એક દુઃખદ ઘટનાને રાજનીતિમાં ખપાવવાનું કામ શિવસેના કરી રહી છે. લોકો મોદીને, ભાજપને અને મહેશને જ પસંદ કરશે.
જ્યારે મુંબઈ ક્રુઝ પાર્ટી ડ્રગ્સ ( Aryan Khan Drugs Case ) અંગે જણાવ્યું હતું કે હાલ આ કોર્ટ કેસ હોય તે અંગે ટિપ્પણી કરવી ઉચિત નથી પરંતુ તેમના વિચાર મુજબ NCB ના અધિકારીઓને હેરાન કરવામાં આવે છે. સાક્ષીની ક્રેડિબિલિટી ખતમ થઈ જાય એવી કાર્યવાહી થતી રહેશે તો, આવનારા સમયમાં કોઈ ગવાહ માટે આગળ નહીં આવે. એનસીબીએ આ મામલે જે આરોપ લાગ્યા છે. તે અંગે તપાસ કરવી જોઈએ. જ્યારે નવાબ મલિકને મળેલી ધમકી અંગે ફડણવીસે જણાવ્યું હતું કે ન્યાયની પ્રક્રિયામાં કોઈ બાધા લાવવી જોઈએ નહીં.
ખુરશીઓ ખાલી રહેતા દોઢ કલાક મોડી સભા શરુ થઈ
ઉલ્લેખનીય છે કે લોકસભા પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર મહેશ ગાવિત માટે પ્રચારમાં આવેલા બને નેતાઓને સાંભળવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતાં. જોકે શરૂઆતમાં સભામંડપમાં ખુરશીઓ ખાલી રહેતા સભાનો 11 વાગ્યાનો નિયત કાર્યક્રમ દોઢેક કલાકમાં તમામ ખુશીઓ ભરાઈ ગયા બાદ શરૂ થયો હતો. જેમાં ફડણવીસ અને રૂપાલાએ જનમેદનીને સંબોધન કરી મોદી સરકારની વિકાસની ગાથા રજૂ કરી હતી. કોંગ્રેસ અને Shivsena પર આકરા પ્રહરો કર્યા હતાં. તેમણે શિવસેનાને ગુંડાઓની પાર્ટી ગણાવી હતી.
આ પણ વાંચોઃ સેલવાસ પેટાચૂંટણીમાં મરાઠી મતદારોને રીઝવવા ભાજપનું 'મરાઠી સંમેલન' યોજાયું
આ પણ વાંચોઃ દાદરા નગર હવેલીની પેટા ચૂંટણીમાં શિવસેનાએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો