- જેડીયુએ જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવાર જાહેર કર્યા
- અપક્ષ સાંસદ મોહન ડેલકરની આગેવાનીમાં ઉમેદવારોની યાદી જાહેર કરાઈ
- કુલ 20 બેઠકોમાંથી 10 બેઠકો પર ઉમેદવારોના નામ કરાયા જાહેર
- જેડીયુ પણ વખતે જોવા મળશે મેદાને
- દાદરાનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દિપક પ્રધાનને મળી ટિકિટ
સેલવાસઃ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં જનતા દળ યુનાઈટેડે જિલ્લા પંચાયત અને સેલવાસ નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે, જેમાં લગભગ નો રિપિટેશન થિયરી અમલમાં મુકાઈ છે. જનતાદળ યુનાઈટેડે નગરપાલિકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોની યાદીમાં જિલ્લા પંચાયતની રખોલી બેઠક પરથી દાદરા નગર હવેલી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ દિપક છોટુભાઈ પ્રધાનને આ વખતે ટિકિટ આપી છે. જ્યારે સામરવરણી બેઠક ઉપરથી સુરેશ વજિરભાઈ પટેલ, દપાડામાંથી રમેશ શાંતિભાઈ માહલા, મસાતથી રેખા મહેન્દ્રભાઈ પટેલ, ખાનવેલ બેઠક પરથી નિશા સુનીલભાઈ ભાવર, સીંદોનીમાં વિપુલ કાકડભાઈ ભૂસારા, માંદોનીમાંથી ચંદ્રિકા માવજીભાઈ નાડગે, રૂદાનામાં સુમન ગણેશભાઈ ગોરખના, સુરંગી બેઠક પરથી દેવજી મહાદેવભાઈ કાકડ અને સાયલી બેઠક ઉપરથી પ્રવીણ જનિયાભાઈ બોયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. કુલ 20 બેઠકોમાંથી 10 બેઠકો પર ઉમેદવારો જાહેર કર્યા છે.
સેલવાસ નગરપાલિકાની ચૂંટણી માટે પણ નામ જાહેર
એ જ રીતે સેલવાસ નગરપાલિકામાં એક વોર્ડ નંબર-1માં ભાઈસાહેબથી ઉષાબા ડેરે, વોર્ડ નંબર 2માં શીતલ પ્રતીકભાઈ પટેલ, વોર્ડ નંબર-3 માં પ્રમુખ પદના દાવેદાર સુમન ઠાકોરભાઈ પટેલ, વોર્ડ નંબર 5માં ડિમ્પલ વિનોદભાઈ પાંડે, વોર્ડ નંબર 6માં આરિફ ફકીરભાઈ શેખ, વોર્ડ નંબર 7માં રાખી ચંદુભાઈ પટેલ, વોર્ડ નંબર 10માં અશ્વિન પટેલ, વોર્ડ નંબર 12માં અશ્વિના યોગેન્દ્રભાઈ ભંડારી અને બોર્ડ નંબર 13માં મીના દિલીપભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. જ્યારે બાકીના ઉમેદવારોની યાદી એક-બે દિવસમાં જાહેર કરે તેવું પણ જેડીયુના પ્રદેશ અધ્યક્ષ જણાવ્યું હતું.
JDU પણ આ વખતે મેદાને ઊતરી
ઉલ્લેખનીય છે કે, સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ અને દીવમાં યોજાનારી જિલ્લા પંચાયત ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસ સિવાય ત્રીજા પક્ષ તરીકે જનતાદળ યુનાઇટેડે પણ ઝંપલાવ્યું છે, જેને દાદરાનગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકર અને દમણમાંથી યુથ એક્શન ફોર્સના ઉમેશ પટેલે સમર્થન આપ્યું હોવાથી સંઘપ્રદેશમાં ચૂંટણીનું રાજકારણ ગરમાશે તેવું રાજકીય પંડિતો માની રહ્યા છે.