- સેલવાસમાં લોકોએ હોળી પર્વની કરી ઉજવણી
- યુવાનો બાળકોએ સોસાયટીમાં જ ઉજવ્યો ધુળેટી પર્વ
- મુખ્ય ચોકમાં કરાયું હોલિકા દહન
સેલવાસ: કેન્દ્રશાસિત દાદરા નગર હવેલીમાં હાલ કોરોના વાયરસના વધતા વ્યાપને ધ્યાને રાખી રાત્રી કરફ્યૂ લગાવવામાં આવ્યો છે. જો કે હોળી પર્વના દિવસે લોકોએ જે તે વિસ્તારના મુખ્ય ચોકમાં હોલિકા દહન કર્યું હતું. જ્યારે ધુળેટીના દિવસે વિવિધ સોસાયટીઓમાં યુવાનો-બાળકો હોળી-ધુળેટીના રંગે રંગાયા હતાં.
આ પણ વાંચો: મારુતિધામ દ્રોણેશ્વરમાં ધુળેટી તહેવારની કરાઈ ઊજવણી
અબીલ-ગુલાલ ઉડાડી ધુળેટીની કરી ઉજવણી
દાદરા નગર હવેલીના સેલવાસ સહિત તમામ ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ ચોકમાં એકઠા થઇ હોળી પ્રગટાવી પૂજા-અર્ચના સાથે પ્રદક્ષિણા કરી હતી. ધુળેટીના દિવસે યુવાનો-બાળકોએ એકબીજા પર અબીલ-ગુલાલ ઉડાડી ધુળેટી પર્વની ઉજવણી કરી હતી.
આ પણ વાંચો: પાટણમાં હર્ષોલ્લાસ સાથે ધુળેટી પર્વની ઉજવણી કરાઈ
કલરવાળા પાણીની પિચકારીઓ ભરી એકબીજાને રંગ્યા
બાળકોએ રંગોત્સવ દરમિયાન કલરવાળા પાણી ઉડાડી તેની પિચકારીઓ ભરી એકબીજાને રંગ્યા હતાં. યુવાનોએ અબીલ-ગુલાલ સહિતના રંગોથી ધુળેટી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી.