ETV Bharat / city

સેલવાસમાં દારૂ લેવા જતા લોકોનો પણ કોરોના ટેસ્ટ - સેેલવાસ કોરોના અપડેટ

દાદરા નગર હવેલી પ્રસાશન દ્વારા કોરોના સંક્રમણ અટકાવવા માટે જરૂરી પગલાઓ લેવામાં આવી રહ્યા છે. માર્કેટોમાં, પંચાયતોમાં, સરકારી કચેરીઓમાં શિબિરનું આયોજન કરી એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. એની સાથે સેલવાસમાં વાઇનશોપ પર દારૂ લેવા આવનારના પણ કોરોના ટેસ્ટ થઈ રહ્યાં છે.

કોરોના સંક્રમણ ઘટાડવા અનોખી પહેલ
કોરોના સંક્રમણ ઘટાડવા અનોખી પહેલ
author img

By

Published : May 12, 2021, 12:10 PM IST

  • સેલવાસમાં દારૂની દુકાને કોરોના ટેસ્ટ
  • દારૂ માટે લાંબી કતારો લાગતા લીધો નિર્ણય
  • કોરોના સંક્રમણ ઘટાડવા અનોખી પહેલ

સેલવાસ: કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલીમાં પ્રશાસન હંમેશા પોતાની મરજી મુજબ નિતનવા આદેશ બહાર પાડવા માટે વગોવાયેલું છે. ત્યારે હાલના કોરોનાકાળમાં પ્રશાસને વધુ એક નિયમ લાવતા શહેરીજનોમાં પ્રશંસાને પાત્ર બન્યું છે. કોરોના મહામારી દરમિયાન મોટી સંખ્યામાં શરાબ શોખીનો વાઇનશોપ પર શરાબ ખરીદવા આવતા હતાં. જેનાથી કોરોના સંક્રમણ ફેલાવાની દહેશત હતી. જે ધ્યાને આવ્યા બાદ સેલવાસ નગરપાલિકાએ અને પ્રશાસને દરેક વાઇનશોપ પર કોરોના ટેસ્ટ કેમ્પ લગાવી જે પણ વ્યક્તિ શરાબ લેવા આવે છે. તેનો કોરોના રેપીડ ટેસ્ટ-એન્ટીજન ટેસ્ટ ફરજિયાત કર્યો છે.

સેલવાસમાં દારૂની દુકાને કોરોના ટેસ્ટ

વાઇનશોપ પર કોરોના ટેસ્ટ

દાદરા નગર હવેલીમાં વધતા કોરોના કેસમાં પ્રશાસનનું કડક વલણ સામે આવ્યું છે. દાદરા નગર હવેલીમાં કોરોના કહેર વચ્ચે પણ શરાબ શોખીનો શરાબ માટે વાઇનશોપ બહાર લાંબી કતારો લગાવી રહ્યા છે. જે ધ્યાને આવ્યા બાદ હવે વાઇનશોપ પર શરાબ લેવા આવનાર ગ્રાહકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચો: જૂનાગઢ જિલ્લાના શાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રોજ માત્ર 20 લોકોના થઈ રહ્યા છે કોરોના ટેસ્ટ

ગ્રાહકોએ પ્રશાસનના કર્યા વખાણ

પ્રશાસનની આ કામગીરીને વાઇનશોપ માલિકોએ અને ગ્રાહકોએ વધાવી છે. ગ્રાહકો માને છે કે, આ પહેલથી સેલવાસમાં કોરોના સંક્રમણ ઘટશે. પ્રશાસને ખૂબ જ સારી પહેલ કરી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રમાંથી આવતા RTPCR રિપોર્ટ વગરના વાહન ચાલકોને રાજ્યમાં નો એન્ટ્રી

વાઇનશોપ પર કોરોના ટેસ્ટની સુવિધા

પ્રશાસનની આ નવી નીતિ અંગે બીજા ગ્રાહકે પણ સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સેલવાસમાં પહેલા વાઇનશોપ પર લાંબી કતારો લાગતી હતી. જેને કારણે કોરોના સંક્રમણનો ભય હતો. હવે દરેક વાઇનશોપ પર કોરોના ટેસ્ટની સુવિધાવાળા કેમ્પ ઉભા કર્યા છે. જેનાથી પ્રદેશમાં વધતું કોરોના સંક્રમણ ઘટશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.