સેલવાસઃ દાદરા નગર હવેલી ઔદ્યોગિક વિસ્તાર છે. અહીં અવારનવાર અનેક ગમખ્વાર અકસ્માતો થતા રહ્યા છે. તેમ છતાં હજારો પરપ્રાંતિયો પોતાના જીવનના જોખમે કામ કરે છે. ત્યારે અહીંના પીપરિયા ઔદ્યોગિક વસાહતમાં પરફ્યુમ બનાવતી નગર હવેલી પરફ્યુમ એન્ડ એરોમેટિક કંપનીમાં એક કામદારનું વીજ કરંટથી મોત થયું હતું. જેમાં કંપની સંચાલકની બેજવાબદારની સામે આવી હતી.
આ અંગે મૃતક વીરેન્દ્ર મોહન પાંડેના પુત્રએ વિગતો આપતા જણાવ્યું હતું કે, તેમના પપ્પા કંપનીમાં 7-8 વર્ષથી મેઇન્ટેન્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હતા. કંપનીમાંથી અચાનક ફોન આવ્યો કે કંપની પર આવો એટલે કંપની પર આવીને જોયું તો તેમના પપ્પાનો મૃતદેહ એક સાઈડમાં પડ્યો હતો અને એમ્બ્યુલન્સ ઉભી હતી. તેને જણાવવામાં આવ્યું કે, તેના પપ્પાને વીજ કરંટ લાગ્યો છે. તારી જ રાહ જોવાતી હતી. જે બાદ એમ્બ્યુલન્સમાં વીરેન્દ્ર પાંડેના મૃતદેહને સરકારી હોસ્પિટલમાં લઈ જવાયો હતો. જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યા હતાં તેમ છતાં કંપની સંચાલક તરફથી કોઈપણ આ સમયે હોસ્પિટલે આવીને સાંત્વના પણ પાઠવી નહોતી જેને કારણે મૃતકના પરિવારમાં રોષની લાગણી ભભૂકી હતી.