ETV Bharat / city

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચાલે છે 4 તદ્દન અલગ પ્રકારની એમ્બ્યુલન્સ સુવિધા - ફેરી બોટ એમ્બ્યુલન્સ સેવા

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી (DNH) અને દમણ અને દીવમાં ઇમર્જન્સી સારવાર માટે યુનિક 27 108 Ambulance કાર્યરત છે. અહીં રોડ એમ્બ્યુલન્સ, બોટ એમ્બ્યુલન્સ, ફેરી એમ્બ્યુલન્સ અને બાઇક એમ્બ્યુલન્સ એમ 4 પ્રકારે દરેક પ્રકારની મેડિકલ ઇમર્જન્સી હેન્ડલ કરાય છે.

DNH માં ચાલે છે દેશની યુનિક કહી શકાય તેવી 108 Ambulance ની બોટ-ફેરી સેવા

author img

By

Published : Oct 18, 2021, 1:51 PM IST

  • GVK-EMRI-108 સાથે મળી મેડિકલ ઇમર્જન્સી માટે દેશની પ્રથમ ફેરી બોટ એમ્બ્યુલન્સ સેવા
  • દેશની યુનિક ઇમર્જન્સી સેવા દાદરા નગર હવેલીમાં
  • માત્ર 9 મિનિટનો ઇમર્જન્સી રિસ્પોન્સ ટાઈમ છે

સેલવાસ :-કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી (DNH) અને દમણ અને દીવમાં ઇમર્જન્સી સારવાર માટે વર્ષ 2012માં 10 એમ્બ્યુલન્સ સાથે GVK-EMRI-108 Ambulance સેવા કાર્યરત થઈ હતી. આ સેવામાં હાલ 27 એમ્બ્યુલન્સ કાર્યરત છે. જો કે આ પ્રદેશમાં 108ની આ સેવા યુનિક સેવા છે. કેમ કે અહીં રોડ એમ્બ્યુલન્સ, બોટ એમ્બ્યુલન્સ, ફેરી એમ્બ્યુલન્સ અને બાઇક એમ્બ્યુલન્સ એમ 4 પ્રકારે દરેક પ્રકારની મેડિકલ ઇમર્જન્સી હેન્ડલ કરાય છે. જેમાં અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ઇમર્જન્સી હેન્ડલ કરી છે.

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ચાલે છે 4 તદ્દન અલગ પ્રકારની એમ્બ્યુલન્સ સુવિધા

1200 જેટલા મેડિકલ કેસ હેન્ડલ કર્યા

કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા નગર હવેલી ટ્રાઇબલ બેલ્ટ છે. DNH પ્રશાસને GVK-EMRI-108 Ambulance સાથે મળી મેડિકલ ઇમર્જન્સી માટે દેશની પ્રથમ ફેરી બોટ એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે. જેના થકી 1200 જેટલા મેડિકલ કેસ હેન્ડલ કર્યા છે. દાદરા નગર હવેલીમાં રોડ એમ્બ્યુલન્સ, બોટ એમ્બ્યુલન્સ, ફેરી એમ્બ્યુલન્સ અને બાઇક એમ્બ્યુલન્સ મેડિકલ ઇમર્જન્સી કેસ હેન્ડલ કરે છે. જેનો રિસ્પોન્સ ટાઈમ માત્ર 9 મિનિટનો છે.

અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ઇમર્જન્સી હેન્ડલ કરી છે

સેવા 4 પ્રકારે કાર્યરત

આજે આ પ્રદેશમાં 27 108 Ambulance 24 કલાક ઇમર્જન્સી માટે દોડી રહી છે. ત્યારે અહીં 108ની સેવા યુનિક સેવા હોવાનું દાદરા નગર હવેલીના (DNH) GVK-EMRI-108ના પ્રોગ્રામ મેનેજર જીતેન્દ્ર મહારાજે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે દાદરા નગર હવેલીમાં આ સેવા 4 પ્રકારે કાર્યરત છે. જેમાં રોડ એમ્બ્યુલન્સ, બોટ એમ્બ્યુલન્સ, ફેરી એમ્બ્યુલન્સ અને બાઇક એમ્બ્યુલન્સ મેડિકલ ઇમર્જન્સી કેસ હેન્ડલ કરે છે. આ પ્રકારની સેવા દેશમાં માત્ર દાદરા નગર હવેલીમાં જ કાર્યરત છે.

2015માં દૂધની-કાઉંચા ગામ વચ્ચે મધુબન ડેમના જળપ્રવાહમાં શરૂ થઈ હતી

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 22 રોડ એમ્બ્યુલન્સ, 3 બાઇક એમ્બ્યુલન્સ અને 1-1 બોટ એમ્બ્યુલન્સ-ફેરી એમ્બ્યુલન્સ છે. દાદરા નગર હવેલી (DNH) મોટેભાગે આદિવાસી વિસ્તાર છે. જેમાં અનેક ઊંચા પહાડી રસ્તાઓ છે. ઘનઘોર જંગલ છે. શહેરી વિસ્તાર માત્ર સેલવાસ છે. એટલે વધુ પડતી ઇમર્જન્સી ટ્રાઇબલ બેલ્ટમાંથી આવે છે. તે માટે રોડ 108 Ambulance સાથે બાઇક એમ્બ્યુલન્સ અને નદી કાંઠાના ગામો માટે જળ માર્ગનો ઉપયોગ કરવા ફેરી બોટ એમ્બ્યુલન્સ સેવા કાર્યરત છે. 108 ઇમર્જન્સી ફેરીબોટ સેવા વર્ષ 2015માં દૂધની-કાઉંચા ગામ વચ્ચે મધુબન ડેમના જળપ્રવાહમાં શરૂ કરાઇ હતી. જેમાં અત્યાર સુધીમાં 1200 જેટલા ઇમર્જન્સી કેસ હેન્ડલ કર્યા છે.

બોટ એમ્બ્યુલન્સમાં મહિલાએ જોડિયા બાળકને જન્મ આપ્યો

સેલવાસ પ્રશાસન (DNH) અને GVK-EMRI-108 દ્વારા દૂધની-કરચૌન્ડ ગામે 1 રોડ એમ્બ્યુલન્સ અને મધુબન ડેમના એક કાંઠેથી બીજા કાંઠે આખી 108 Ambulance ને નદીના પ્રવાહને પાર કરાવવા 1 ફેરી એમ્બ્યુલન્સ, તો, બીજી બોટ એમ્બ્યુલન્સ કાર્યરત કરાઈ છે. બોટ એમ્બ્યુલન્સમાં ઓક્સીઝનથી માંડીને તમામ મેડિકલ ઇમર્જન્સી સારવાર આપી શકે તેવી વ્યવસ્થા છે. બોટ એમ્બ્યુલન્સમાં મોટેભાગે પ્રસવ પીડાના અને સાપ, કૂતરા, જંગલી જાનવરો કરડવાના કેસ વધુ આવે છે. એ ઉપરાંત માર્ગ અકસ્માતના કેસ વખતે પણ આ બોટ સેવાનો ઉપયોગ અતિ મહત્વનો સાબિત થઈ રહ્યો છે. બોટ એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં 1200થી વધુ કેસ હેન્ડલ કર્યા છે. જેમાં એક મહિલાની ડિલિવરી આ બોટ એમ્બ્યુલન્સમાં કરવામાં આવી હતી. ત્યારે મહિલાએ જોડિયા બાળકને જન્મ આપ્યો હતો. બોટ એમ્બ્યુલન્સ ના કુશળ સ્ટાફે માતા અને તેના બંને બાળકના જીવ બચાવ્યા હતાં.

15305 લોકોને સમયસર સારવાર આપી જીવ બચાવ્યાં

ઉલ્લેખનીય છે કે ALS ICU ઓન વોટર કહેવાતી 108 બોટ એમ્બ્યુલન્સ સેવા દેશની યુનિક સેવા છે. જેનો લાભ દાદરા નગર હવેલીના (DNH) આદિવાસી વિસ્તારના દર્દીઓ માટે સાચા અર્થની ઇમર્જન્સી લાઈફ બોટ સર્વિસ સાબિત થઈ રહી છે. તો, રોડ માર્ગ અને જળમાર્ગ એમ બને માર્ગ પર ઇમર્જન્સી સેવા આપતી હોય અને એ પણ મેડિકલ સુવિધાથી સજ્જ 108 Ambulance, બાઇક એમ્બ્યુલન્સ, ફેરી એમ્બ્યુલન્સ અને બોટ એમ્બ્યુલન્સ એવો પ્રદેશ પણ દેશભરમાં માત્ર એક જ છે. દાદરા નગર હવેલી અને દમણ અને દિવ કે જેમાં 2012થી અત્યાર સુધીમાં 2.40 લાખથી વધુ મેડિકલ ઇમર્જન્સી, 10 હજારથી વધુ પોલીસ ઇમર્જન્સી, 1000થી વધુ ફાયર ઇમર્જન્સી, 63817 જેટલા ડિલિવરી કેસ હેન્ડલ કર્યા છે. 1200 જેટલી મહિલાઓની એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરી લગભગ 15305 એવા લોકોના જીવ બચાવ્યા છે. જો તેમને સમયસર સારવાર મળી ન હોત તો તેઓ આજે આ દુનિયામાં જીવિત ન હોત. જેનો શ્રેય 108ના 170 કર્મચારીઓ, સંઘપ્રદેશના આરોગ્ય વિભાગ અને પ્રશાસનને જાય છે.

આ પણ વાંચોઃ દાદરા નગર હવેલીમાં કાઉંચા-દૂધની વચ્ચે ફેરી બોટ સર્વિસમાં વધારો કરવાની માંગ

આ પણ વાંચોઃ Wildlife Week Celebration: સેલવાસ વન વિભાગે 50 જેટલી શાળાના વિદ્યાર્થીઓને વન અને વન્યજીવો સાથે કરાવ્યા રૂબરૂ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.