- 70 હજાર ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું
- 2 વાગ્યે મધુબન ડેમનું લેવલ 72 મીટર પર સ્થિર
- સવારે 8 થી 10 વાગ્યા દરમિયાન 1,77,832 ક્યૂસેક નવા પાણીની આવક હતી
સેલવાસ : વલસાડ જિલ્લા સહિત સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને મહારાષ્ટ્રમાં 2 દિવસથી વરસાદનું જોર વધ્યું છે. જેને કારણે મધુબન ડેમમાં ( Madhuban Dam ) પાણીની આવક વધતા 4 દરવાજા 3 મીટર સુધી ખોલી 42,410 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં ( Damanganga ) છોડવામાં આવ્યું છે. જેના કારણે નદીમાં ઘોડાપુર આવ્યું હતું. આ અંગે સેલવાસ કન્ટ્રોલ રૂમ તરફથી મળેલી વિગત મુજબ મધુબન ડેમમાં ( Madhuban Dam ) સોમવારે સવારે 8 થી 10 વાગ્યા દરમ્યાન 1,77,832 ક્યુસેક નવા પાણીની આવક થતા ડેમના 7 દરવાજા 3 મીટર સુધી ખોલવામાં આવ્યાં હતાં. જેના થકી 74,439 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં ( Damanganga ) છોડવામાં આવ્યું હતું. જે બાદ ડેમમાં નવા નીરની આવક ઘટીને 29,747 થઈ હતી. નવા પાણીની આવક ઘટતા 3 દરવાજા બંધ કરી 4 દરવાજા 3 મીટર સુધી ખુલ્લા રાખી 42,410 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેવી વિગતો સેલવાસ કન્ટ્રોલ રૂમ તરફથી આપવામાં આવી હતી.
સવારે 8 થી 10 વાગ્યા વચ્ચે 7 દરવાજા 3 મીટર સુધી ખોલ્યાં
દમણગંગા નદીમાં ( Damanganga ) પાણી છોડતી વખતે નદીકાંઠાથી દૂર રહેવા લોકોને અપીલ કરાઈ છે. ધસમસતા પાણીના પ્રવાહને કારણે દમણગંગા નદીમાં ઘોડાપુર આવ્યાં છે. જે નજારો જોવા સેલવાસમાં રિવરફ્રન્ટ પર શહેરીજનો ઉમટ્યા હતાં. નરોલી દમણ ગંગા નદી કિનારે બનાવવામાં આવેલા રિવરફ્રન્ટ પર નદીના પાણી ફરી વળ્યા છે. મધુબન ડેમના ( Madhuban Dam ) ઉપરવાસના કપરાડા તાલુકા અને મહારાષ્ટ્રના મધુબન ડેમના કેચમેંન્ટ વિસ્તારમાં ભારે વરસાદના કારણે મધુબન ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે.
42,410 ક્યુસેક પાણી Damanganga નદીમાં છોડવામાં આવી રહ્યું છે
સલામતીના ભાગરૂપે પોલીસ દ્વારા પણ નદી કિનારા વિસ્તારમાં પેટ્રોલિંગ શરૂ કરવામાં આવ્યું છે. વલસાડ જિલ્લાની સાથે દાદરા નગરહવેલી અને મહારાષ્ટ્રમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતો હોય 29,747 ક્યુસેક નવા પાણીની ( Water ) આવક સામે ડેમનું લેવલ 72 મીટર પર સ્થિર રાખી 4 દરવાજા ખોલી 42,410 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ નવસારીના ખેરગામના નાંધઇ નજીક ઔરંગા નદી પર આવેલો ગરગડીયા પુલ પાણીમાં ડૂબ્યો
આ પણ વાંચોઃ દેવકા બીચ પરના Seafront રસ્તો બનાવવાની મંજૂરી બતાવવાનો દમણ અને દીવ કલેક્ટરને બોમ્બે HC નો આદેશ