- સ્થાનિક સ્વરાજની ચૂંટણી જીતવા માટે પ્રચાર પ્રસાર શરૂ
- યુવતીઓ મતદારોને અનોખી રીતે આકર્ષિત કરી રહીં છે
- નેઈલ આર્ટ દ્વારા કરવામાં આવી રહ્યો છે પ્રચાર
રાજકોટઃ શહેરની યુવતિઓ પોતાના નખમાં 'ભાજપ અડિખમ', 'કમળનું આર્ટ', 'એક મોકો કોંગ્રેસને', પંજાનું આર્ટ તેમજ આમ આદમી પાર્ટીનો ઝાડુનો સિમ્બોલ મૂકીને વિવિધ પાર્ટીઓનો પ્રચાર કરી રહીં છે. બાદમાં તેના ફોટાઓ સોશિયલ મિડિયામાં શેર કરી ઉમેદવારોનો પ્રચાર કરી મતદારોને અનોખી રીતે આકર્ષિત કરી રહીં છે. નેઈલ આર્ટ દ્વારા કરવામાં આવતો આ પ્રચાર અસરકારક નિવડે તેવી શક્યતાઓ તમામ પક્ષોને લાગી રહીં છે.
યુવતિઓએ નખ પર પંજો, કમળ અને ઝાડુના સિમ્બોલ પેઇન્ટ કરાવ્યાં
નેઈલ આર્ટમાં પહેલાં તો નખ પર જુદી-જુદી ડિઝાઈનો બનાવવાનો ટ્રેન્ડ હતો, પરંતુ હવે યુવતીઓ પોતાના આઉટકટ મુજબ નેઇલને પેન્ટ કરાવવા લાગી છે. તેમાં પણ હાલ ચૂંટણીને લઇને યુવતિઓ નખ પર પંજો, કમળ અને ઝાડુના સિમ્બોલ પેઇન્ટ કરાવી રહીં છે. આ નેઈલ પોલિશ માટે યુવતીઓની પડાપડી થઈ રહીં છે. નેઈલ આર્ટ દ્વારા કરવામાં આવતો આ પ્રચાર અસરકારક નિવડે તેવી શક્યતાઓ લાગી રહીં છે.