ETV Bharat / city

બ્રિટનથી આવેલો યુવાન કોરોના પોઝિટિવ, નવા સ્ટ્રેનની આશંકાથી રાજકોટ આરોગ્યતંત્રમાં દોડધામ - Rajkot

શહેરમાં નવા કોરોના સ્ટ્રેનનો પ્રવેશ થયો હોવાની પ્રબળ આશંકાઓ ઉઠી છે. જેમાં ઇંગ્લેન્ડથી આવેલા પરિવારના યુવાનનો આરટી પીસીઆર ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તેના સેમ્પલ પૂનાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે. અને આ લક્ષણો નવા સ્ટ્રેનના છે કે કેમ ? તેને લઈ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે દોડધામ શરૂ કરી છે.

બ્રિટનથી આવેલો યુવાન કોરોના પોઝિટિવ, નવા સ્ટ્રેનની આશંકાથી રાજકોટ આરોગ્યતંત્રમાં દોડધામ

author img

By

Published : Jan 2, 2021, 5:42 PM IST

  • હિત ઠક્કરના 4 સભ્યનો કોરોના કેસ પોઝિટિવ
  • બ્રિટનથી આવેલાં નવા કોરોના સ્ટ્રેનના કેસ મળ્યાં
  • સેમ્પલ પૂનાની લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાવાયા

રાજકોટઃ આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, આ યુવકનું નામ હિત ઠક્કર હોવાનું સામે આવ્યું છે. જેમાં કુટુંબનાં બે બાળકો સિવાય તમામ ચાર સભ્યોને કોરોનાનો ચેપ લાગ્યો છે. સાથે જ તેના એક આર્કિટેકટ ભાઇના પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. હિત અમીન માર્ગ પાસેની પંચવટી સોસાયટીમાં રહેતો હોવાથી આ વિસ્તારમાં પણ ટ્રેસીંગ તેમજ સેનેટાટાઇઝ સહિતની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

સેમ્પલ પૂનાની લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલાવાયા
  • હિત ઠક્કર ગત તારીખ 15 ડીસેમ્બરના રોજ રાજકોટ આવ્યો

    જ્યારે રાજકોટમાં હિત ઠક્કર ગત તારીખ 15ડીસેમ્બરના રોજ રાજકોટ આવ્યો હતો. બ્રિટેનમાં કોરોનાની નવી સ્ટેન આવેલી છે. ભારત સરકારના આરોગ્ય વિભાગે એક ગાઇડલાઈન નક્કી કરી છે. જેમાં બ્રિટનથી આવેલા તમામ પ્રવાસીઓનું સ્ક્રીનિગ અને હેલ્થ ચેકપ કરવામા આવેલાં હતાં.જ્યારે હિત ઠક્કરની છેલ્લા કેટલાક દિવસોથી તબિયત લથડતાં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. એટલું જ નહીં, આ લક્ષણો તો નવા કોરોના સ્ટ્રેનનાં હોવાની આશંકા આરોગ્ય અધિકારી વ્યક્ત કરતા આગળ તપાસ માટે કેન્દ્ર સરકારની ગાઇડલાઇન મુજબ તેના સેમ્પલ પૂના ખાતે મોકલવામાં આવ્યા છે. જેને લઈને રાજકોટમાં આ ટ્રેનની એન્ટ્રી તો નહીં થાયને તેવી ચિંતા આરોગ્ય વિભાગ સહિત લોકોમાં પણ ઉઠી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.