- મહિલા દિવસે મહિલાઓ માટે ફ્રીમાં પ્રવાસ
- સીટી બસ આપશે સેવા
- નિ:શુલ્ક પરિવહન સેવાનો લાભ લેવા જણાવ્યું
રાજકોટઃ શહેરમાં લોકોને શહેરી પરિવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા BRTS બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલું છે. જે સબબ સિટી બસ તથા BRTS બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલી છે. બંને બસ સેવાનો હાલ 40,000થી વધુ શહેરીજનો લાભ ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો: પોરબંદરમાં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત મહિલા કલ્યાણ દિવસની ઉજવણી કરાઈ
મહિલાઓ માટે સીટીબસમાં નિઃશુલ્ક પ્રવાસ
8 માર્ચના રોજ "ઇન્ટરનેશનલ વુમન્સ ડે (આંતરરાષ્ટ્રિય મહિલા દિવસ)" નિમિત્તે આ બંને બસ સેવાનો વધુને વધુ લોકો લાભ લે તેવા હેતુથી માત્ર મહિલાઓ માટે "ઇન્ટરનેશનલ વુમન્સ ડે" નિમિત્તે "ફ્રી બસ સેવા" પુરી પાડવા નક્કી કરવામાં આવ્યું છે. "ઇન્ટરનેશનલ વુમન્સ ડે” હોવાથી એ દિવસ દરમિયાન કોઈપણ રુટ પર ગમે તેટલી વખત ફક્ત મહિલા પ્રવાસી નિ:શુલ્ક પ્રવાસ કરી શકશે. જ્યારે ભાઈઓ પ્રવાસ માટે રાબેતા મુજબ જ નિયત દરની ટિકિટ લેવાની રહેશે. જે બાબતે રાજકોટ મહાનગરપાલિકા તરફથી કમિશનરે જાહેરાત કરી છે. તેમજ બહોળી સંખ્યામાં મહિલા પ્રવાસીઓ રાજકોટ મહાનગરપાલિકાની આ નિ:શુલ્ક પરિવહન સેવાનો લાભ લેવા જણાવ્યું છે.
આ પણ વાંચો: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસઃ જૂનાગઢની બહેનોએ ગૌશાળામાં કરી ઉજવણી