- ચૂંટણી સમયે જતા નેતા, કાર્યકર્તાઓથી થતી નુકશાની અંગે ETV BHARATનો ખાસ અહેવાલ
- ચૂંટણી સમયે જતા નેતા વિશે શું કહે છે ભાજપના દિગ્ગજ નેતા ધનસુખ ભંડેરી
- ચૂંટણી સમયે જતા નેતા અંગે શું કહે છે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુ
રાજકોટઃ રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થઇ છે. ત્યારે ભાજપ કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી અને NCP જેવા દિગગજ પક્ષોએ પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કેટલાક પક્ષના કાર્યકર્તાઓને ટિકિટ ન મળવાના કારણે તેમને એક પક્ષમાંથી બીજા પક્ષમાં જઈ રહ્યા છે. જેને લઇને પ્રદેશ નેતાઓ સાથે ETV BHARATએ વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે, આ પ્રકારના માહોલમાં એક પક્ષમાંથી બીજા પક્ષમાં જતા કાર્યકરોને લઈને પક્ષને કોઈ મોટું નુકસાન થતું નથી. જોકે, ટિકિટ ન મળવાને કારણે કાર્યકર્તાઓ અને નેતાઓ આવું કરે તે યોગ્ય કહેવાય નહીં.
ટિકિટ મળે કે ન મળે, પરંતુ પક્ષમાં તમામ સરખા : ભંડેરી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને હાલ એક પક્ષમાંથી બીજા પક્ષમાં જવાની જાણે મૌસમ ખીલી હોય, પરંતુ આ અંગે રાજ્યના મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન અને ભાજપના દિગ્ગજ નેતા ધનસુખ ભંડેરીએ ETV BHARATને જણાવ્યું હતું કે, પક્ષની કામગીરીને લઇને ત્યાં કાર્યકર્તાઓમાં અસંતોષ હોય છે, પરંતુ જે લોકોને ટિકિટ આપવામાં આવી છે. તેની સાથે ખભેખભા મિલાવીને ભાજપના કાર્યકર્તાઓ તેમની જીત માટે કામ કરતા હોય છે. જ્યારે હોય શકે છે. કેટલાક નેતાઓ કાર્યકર્તાઓને ખોટું લાગ્યું હોય, પરંતુ ભાજપમાં પક્ષ સર્વસ્વ છે અને પક્ષના નિર્ણયને જ તમામ નેતાઓ કાર્યકર્તાઓ વળગી રહેતા હોય છે.
જે સક્ષમ નથી તે લોકો કોંગ્રેસ છોડીને જાય છે : ઇન્દ્રનીલ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને કોંગ્રેસમાં પણ કેટલાક કાર્યકર્તાઓને પક્ષમાં કામ કર્યું હોવા છતાં તેમની ટિકિટ સમયે અવગણના કરવામાં આવતા તેમને હાલ પક્ષ છોડીને જઈ રહ્યા છે. જે અંગે રાજકોટના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, જે કોંગ્રેસના નેતાઓ કદાચ પક્ષ છોડીને જતા હોય છે, જ્યારે કાર્યકર્તાઓ કોઈ દિવસ પક્ષ છોડીને જતા નથી. જ્યારે અમારા કાર્યકર્તાઓ ભાજપના કાર્યકર્તાઓ કરતા વધુ મજબૂત અને સક્ષમ હોય છે. જ્યારે ભાજપ દ્વારા પોતાના જ પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ જો પક્ષથી નારાજ હોય તો પણ તેમને દબાવીને રાખતા હોય છે. જ્યારે કોંગ્રેસમાં એવું નથી. કોંગ્રેસ પક્ષની વિચારધારા સાથે કાર્યકર્તાઓ દિલથી જોડાઈને રહેતા હોય છે.