ETV Bharat / city

ચોરી થતાં પહેલાં જ પોલીસ પહોંચતાં ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે થયું ફાયરિંગ, PSI ઈજાગ્રસ્ત - ચોર અને પોલીસ વચ્ચે ઝપાઝપી

રાજકોટમાં પોલીસ અને ધાડપાડુ ગેંગ (Terror of stealing gangs in Rajkot) વચ્ચે સામસામે ફાયરિંગ (Firing on Rajkot Police) થતા ફિલ્મી દ્રશ્યો જોવા મળ્યા હતા. જોકે, તે દરમિયાન SOGના PSI અને 2 આરોપી ઈજાગ્રસ્ત (Rajkot PSI injured) થયા હતા. તો પોલીસે આ અથડામણ દરમિયાન પણ 4 આરોપીને પકડી પાડ્યા હતા.

ચોરી થતાં પહેલાં જ પોલીસ પહોંચતાં ધાડપાડુ ગેંગ અને પોલીસ વચ્ચે થયું ફાયરિંગ, PSI ઈજાગ્રસ્ત

author img

By

Published : Aug 3, 2022, 1:41 PM IST

Updated : Aug 3, 2022, 3:57 PM IST

રાજકોટઃ શહેરમાં ધાડપાડુ ગેંગનો આતંક વધતો (Terror of stealing gangs in Rajkot) જાય છે. તેવામાં આવી ગેંગ અને પોલીસ વચ્ચે (Clash between thieves and police) અથડામણ થતા ત્યારબાદ બંને વચ્ચે ફાયરિંગ થયું હતું. તેમાં SOGના PSI અને 2 આરોપી ઈજાગ્રસ્ત (Rajkot PSI injured) થયા હતા. SOGને બાતમી મળતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. તે વખતે SOG અને ધાડપાડુ ગેંગ વચ્ચે ઝપાઝપી (Clash between thieves and police) થઈ હતી. ત્યારબાદ ચોરી કરવા આવેલી ગેંગે પોલીસ પર હુમલો કરતા પોલીસે ફાયરિંગ કરવાની ફરજ પડી હતી.

અથડામણમાં પોલીસે 4 આરોપીને દબોચ્યા

ચોરી પહેલા પોલીસ પહોંચી - આ અંગે મળતી માહિતી અનુસાર, ગત મોડી રાત્રે 3 વાગ્યે અમીન માર્ગ નજીક ચિત્રકૂટ સોસાયટીમાં (Amin Marg Chitrakoot Society) ચડ્ડી બનિયાનધારી ગેંગ ધાડ પાડવાના ઈરાદે ત્રાટકી હતી. SOGને આ મામલે બાતમી મળતા તેઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યારબાદ SOG અને ગેંગ (Terror of stealing gangs in Rajkot) વચ્ચે ઝપાઝપી થઈ (Clash between thieves and police) હતી. ત્યારબાદ ગેંગે પોલીસ પર હુમલો કરતા પોલીસે ફાયરિંગથી જવાબ આપ્યો હતો. તે જ દરમિયાન ઝપાઝપીમાં એક પોલીસકર્મી ઈજાગ્રસ્ત થયા હતા. તો ફાયરિંગમાં ધાડપાડુ ગેંગના એક સભ્યને કમરમાં ગોળી વાગી હતી. જ્યારે એક આરોપી ઈજાગ્રસ્ત થયો હતો.

આ પણ વાંચો-દારૂના નશામાં વેપારીએ ચાલવા નીકળેલા રાહદારી પર બંદૂક તાકી... કર્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ

અથડામણમાં પોલીસે 4 આરોપીને દબોચ્યા - આવી અથડામણ દરમિયાન પણ પોલીસે હિંમત દાખવી 4 આરોપીને દબોચી લીધા હતા. તો પોલીસે આરોપીઓ પાસેથી દેશી બનાવટની પિસ્તોલ પણ કબજે કરી છે. જોકે, અન્ય 2 શખ્સો નાસી છૂટવામાં સફળ રહેતા તેને ઝડપી લેવા તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો- રામોલમાં બે રાઉન્ડ ફાયરિંગ, પોલોસે 6 લોકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી

ચિત્રકૂટ સોસાયટીની ઘટના - આ અંગેની જાણવા મળતી વધુ વિગત અનુસાર, ચિત્રકૂટ સોસાયટીમાં શેરી નંબર 2 ખાતે "રિદ્ધિ સિદ્ધિ" નામના મકાનમાં હથિયારધારી શખ્સો ધાડ પાડવાના ઈરાદે આવતા હોવાની તેવી ચોક્કસ બાતમી SOG પોલીસને મળી હતી, જેના આધારે SOGની ટીમ બરાબર સમયે ત્યાં પહોંચી જતા ચડ્ડી-બનીયાનધારી ગેંગે હથિયારોથી પોલીસ પર હુમલો કરવામાં આવ્યો હતો. તેના કારણે પોલીસે પણ તેમના પર ફાયરિંગ કરી વળતો જવાબ આપ્યો હતો.

PSIની રિવોલ્વર છીનવવાનો કર્યો પ્રયાસ - બીજી તરફ ગેંગે PSI ડી. બી. ખેર પાસેની રિવોલ્વર છીનવી લેવાનો પ્રયાસ (Rajkot PSI injured) કરતા પોલીસ અને ગેંગ વચ્ચે ઝપાઝપી (Clash between thieves and police) થઈ હતી. ત્યારબાદ પથ્થરમારો થતાં PSI ઈજાગ્રસ્ત થતાં (Rajkot PSI injured) તેમને સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખસેડાયા હતા. તો આ ધાડપાડું ટોળકી દાહોદ-ગોધરાની હોવાનું અને ઈજાગ્રસ્ત થનાર પૈકી એક શખ્સનું નામ કલાભાઈ જીતાભાઈ ગોંઢીયા હોવાનું સામે આવ્યું છે.

પોલીસે ગોઠવ્યો ચૂસ્ત બંદોબસ્ત - જોકે, પોલીસે આરોપીઓ કોઈ પણ ચોરીને અંજામ આપે તે પહેલાં ગેંગનાં 4 સભ્યોને ઝડપી પાડી આસપાસનાં વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. જ્યારે 2 શખ્સો નાસી જવામાં સફળ થતા તેને ઝડપી લેવા માટે શહેર બહાર જતા રસ્તાઓ પર નાકાબંધી કરવામાં આવી છે.

Last Updated : Aug 3, 2022, 3:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.