- કોરોના મહામારી વચ્ચે યોજાઈ રહી છે સ્પીકર કોન્ફરન્સ
- રાજકોટવાસીઓએ આપી તેમની પ્રતિક્રિયા
- દવા કે વેક્સીન આવે નહીં ત્યાં સુધી ન યોજાવા જોઇએ કાર્યક્રમો
રાજકોટ: એક તરફ ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે બીજી તરફ સ્પીકર કોન્ફરન્સ જેવા કાર્યક્રમો યોજવા હિતાવહ નહીં હોવાનું મોટાભાગના રાજકોટવાસીઓ જણાવ્યું હતું. કોરોના મહામારીમાં લોકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરે, માસ્ક પહેરે તેમજ વારંવાર સેનિટાઇઝરનો ઉપયોગ કરે તે ખૂબ જ જરૂરી છે. ઉપરાંત, હજુ સુધી કોરોના મહામારીની દવા અથવા રસી પણ શોધાઈ નથી ત્યારે આ પ્રકારના કાર્યક્રમ યોજવા તે યોગ્ય ન કહેવાય તેમ રાજકોટવાસીઓનું માનવું છે.