- પશ્ચિમ રેલવે દ્વારા છઠ પૂજા નિમિતે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનો કરાયો નિર્ણય
- 13 નવેમ્બરના રોજ પોરબંદર-મુઝફ્ફરપુર વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન ચાલશે
- છઠ પૂજાને ધ્યાનમાં રાખીને યાત્રીઓની સુવિધા માટે કરાયો નિર્ણય
રાજકોટઃ પશ્ચિમ રેલવે દ્વારા આગામી છઠ પૂજાને ધ્યાનમાં રાખીને યાત્રીઓની સુવિધા માટે, 13 નવેમ્બર 2020ના રોજ પોરબંદર-મુઝફ્ફરપુર વચ્ચે એક સ્પેશિયલ ટ્રેન ચલાવવાનું નક્કી કરાયું છે. ટ્રેન નંબર 09269/09270 પોરબંદર-મુઝફ્ફરપુર-પોરબંદર સ્પેશિયલ ટ્રેન સ્પેશિયલ ભાડા સાથે 13 નવેમ્બર 2020ના રોજ પોરબંદર સ્ટેશનથી ફકત એક જ ટ્રીપ માટે ચલાવામાં આવશે.
પોરબંદર-મુઝફ્ફરપુર-પોરબંદર હોલીડે સ્પેશિયલ ટ્રેનની એક-એક ટ્રીપ ચલાવાશે
ટ્રેન નંબર 09269 પોરબંદર-મુઝફ્ફરપુર સ્પેશિયલ ટ્રેન 13 નવેમ્બર 2020 (શુક્રવાર)ના રોજ 16.30 વાગ્યે પોરબંદરથી ઉપડશે, તે જ દિવસે રાજકોટમાં રાત્રે 20.55 વાગ્યે અને મુઝફ્ફરપુરમાં ત્રીજા દિવસે સાંજે 18.10 વાગ્યે પહોંચશે. રિટર્નમાં ટ્રેન નંબર 09270 મુઝફ્ફરપુર-પોરબંદર સ્પેશિયલ ટ્રેન મુઝફ્ફરપુરથી 16 નવેમ્બર, 2020 (સોમવાર) ના રોજ બપોરે 15.15 કલાકે ઉપડશે અને રાજકોટમાં ત્રીજા દિવસે સવારે 10.35 વાગ્યે અને પોરબંદરમાં બપોરે 15.10 કલાકે પહોંચશે. આ ટ્રેન ટ્રીપ દરમિયાન બંને દિશામાં જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, વિરમગામ, આંબલી રોડ, પાલનપુર, આબુરોડ, મારવાડ, બ્યાવર, અજમેર, જયપુર, બાંદીકુઇ, અલવર, રેવારી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી સરાઈ રોહિલા, દિલ્હી, મુરાદાબાદ, બરેલી, શાહજહાંપુર, લખનઉ, ગોંડા, ગોરખપુર, સિસ્વા બજાર, બગહા, નરકટિયાગંજ, બેતિયા, સગૌલી, બાપુધામ મોતીહારી, ચકિયા અને મહેસી સ્ટેશનો પર રોકાશે.
બુકિંગ 12 નવેમ્બરથી IRCTC અને નામાંકિત રિજર્વેશન ઓફિસો પર થશે
આ ટ્રેનમાં એસી ટુ-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને સેકન્ડ ક્લાસ સિટિંગ કોચનો સમાવેશ કરવામાં આવશે. આ ટ્રેન સંપૂર્ણ રીતે આરક્ષિત રહેશે. તેમજ યાત્રીઓને ભારત સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરવા સુંચન કરવામાં આવ્યું છે. આ ટ્રેન તેના સમયથી 1.30 કલાક પહેલા સ્ટેશન પર પહોંચે. ટ્રેનનં 09269નું બુકિંગ 12 નવેમ્બર, 2020થી આઇઆરસીટીસી અને નામાંકિત રિજર્વેશન ઓફિસો પર થી શરૂ થશે.