- લોકકલાકાર દેવાયત ખવડ વિવાદમાં
- પાડોશીઓ વચ્ચેની માથાકૂટમાં વચ્ચે પડ્યા
- સરકારી કર્મચારી અને કોન્ટ્રાક્ટરના ઝઘડામાં ધોકો લઇને કૂદ્યા
- રોફ જમાવી પાડોશી સાથે રાત્રે ઝપાઝપી કરી
રાજકોટ: લોકકલાકાર અને કાર્યક્રમમાં વારંવાર ‘રાણો રાણાની રીતે’ બોલનાર દેવાયત ખવડને લઇ વિવાદોમાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે દેવાયત ખવડને પાડોશીઓ સાથે બબાલ થઈ છે. એટલું જ નહીં આ માથાકૂટ એટલી વધી ગઈ કે દેવાયત ખવડ ધોકો લઇને આવી ગયા હતાં. આ ઘટનાની તસવીરો અને વિડીયો પણ સામે આવ્યા છે.
કાર પાર્કિંગ મુદ્દે લાંબા સમયથી ચાલતો હતો ઝઘડો
ઉલ્લેખનીય છે કે જાણીતા લોકકલાકાર દેવાયત ખવડે પાડોશીઓ વચ્ચેની માથાકૂટમાં ધોકા સાથે કૂદી પડી રૌફ જમાવ્યો હતો. રવિરત્ન પાર્કમાં રહેતા એક સરકારી કર્મચારી અને તેની સામે રહેતા ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટર વચ્ચે ઘણા સમયથી કાર પાર્કિંગ મુદે્ માથાકૂટ અને રકઝક ચાલતી હતી. આ દરમિયાન બુધવારની મોડીરાત્રે કર્મચારીના ઓળખીતાઓ રવિરત્ન પાર્કમાં ધસી આવ્યા હતા અને કોન્ટ્રાક્ટરને બહાર બોલાવી રકઝક કરી હતી જેમાં બન્ને પક્ષે ગરમાગરમી થતાં વાત મારકૂટ સુધી પહોંચી હોવાની માહિતી સામે આવી છે.
ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટર દેવાયત ખવડના મિત્ર
આ ઝપાઝપીને કારણે એ જ વિસ્તારમાં રહેતા લોકકલાકાર દેવાયત ખવડ પણ ધોકા સાથે કૂદી પડ્યા હતા. રહેવાસીઓના જણાવ્યા મુજબ ગર્વમેન્ટ કોન્ટ્રાક્ટર દેવાયત ખવડના મિત્ર હોવાથી સામા પક્ષ સામે રૌફ જમાવ્યો હતો. જો કે આ મામલે પોલીસે મૌન સેવી લીધું હતું અને કંઈ જ બન્યું ન હોય તેવી વાતો કરી હતી પરંતુ ભાસ્કર પાસે ઘટનાનો ફોટો સત્યની સાબિતી આપી રહ્યો છે.
વધુ વાંચો: રાજકોટના "રૂડા" ટ્રાન્સપોર્ટ નગરમાં 11 ખુલ્લા પ્લોટોની જાહેર હરાજી કરવામાં આવી
વધુ વાંચો: મોરબી ટીંબડી પાટિયા નજીક કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, 5 લોકોના મોત