ETV Bharat / city

રાજકોટમાં ધોધમાર વરસાદથી નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી - Water filled in Laxminagar underbridge

રાજકોટમાં રવિવાર સાંજથી પડી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદ આવતાની સાથે જ લક્ષ્મીનગર અંડરબ્રિજમાં ગોઠણસમાં પાણી ભરાયા હતા. જેને લઈ હાલ અન્ડર બ્રિજનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.

Water flooded
રાજકોટમાં વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી
author img

By

Published : Jul 6, 2020, 5:53 PM IST

રાજકોટમાં ધોધમાર વરસાદ

  • લક્ષ્મીનગર અંડરબ્રિજમાં ભરાયા પાણી
  • ચાર ઇંચથી વધુ પડ્યો વરસાદ
  • આજી ડેમ અને ન્યારી ડેમમાં અડધાથી ત્રણ ફૂટ નવા નીરની થઇ આવક

રાજકોટઃ જિલ્લામાં રવિવાર સાંજથી પડી રહેલા વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ સામાન્ય વરસાદ આવતાની સાથે જ લક્ષ્મીનગર અંડરબ્રિજમાં ગોઠણસમાં પાણી ભરાયા હતા. જેને લઈ હાલ અન્ડર બ્રિજનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.

રાજકોટમાં વરસાદ પડતા નિચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી

શહેરમાં અગાઉ પણ સામાન્ય વરસાદ આવતાની સાથે જ લક્ષ્મીનગર અંડર બ્રિજમાં ગોઠણસમાં પાણી ભરાયા હતા. જેને લઇ વિસ્તાર વાસીઓને આવવા-જવા માટે ખૂબ મુશ્કેલી પડી રહી છે. જ્યારે આ વર્ષે પણ સામાન્ય વરસાદમાં જ બ્રીજ પાણીમાં ગરકાવ થઇ ગયું હતું. જેને લઇ હાલ પૂરતો આ રસ્તો બંધ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રવિવાર સાંજથી જ ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે, શહેરમાં અંદાજિત ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. જ્યારે શહેરના મુખ્ય જળસ્ત્રોત આજી ડેમ અને ન્યારી ડેમમાં પણ અડધાથી ત્રણ ફૂટ જેટલા નવા નીરની આવક નોંધાઇ છે. મનપા દ્વારા આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.