ETV Bharat / city

વિજય રૂપાણીએ નીતિન પટેલ અને નારણ કાછડીયા વચ્ચેના વિવાદની ઘટનાનને ગણાવી દુર્ભાગ્યપૂર્ણ - Rajkot News

રૂપાણી સરકારના રાજીનામા બાદ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ભાજપના સાંસદ નારણ કાછડીયા વચ્ચે શાબ્દિક વિવાદ (A literal dispute between Nitin Patel and Naran Kachhadiya) શરૂ છે. એવામાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મામલે પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ વસ્તુ છે. રાજકોટ ખાતે આવેલા સંઘના વરિષ્ઠ એગવાન ભૈયાજી જોશીએ પણ દેશમાં થઈ રહેલા ધર્માંતરણ મામલે મહત્વનું નિવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં હેમુગઢવી હોલ ખાતે પ્રવીણ મણિયાર એટલેકે 'પ્રવિણકાકા વ્યક્તિત્વ અને કર્તુત્વ ગ્રંથ' પુસ્તકનું વિમોચનનો ભૈયાજી જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.

Latest news of Rajkot
Latest news of Rajkot
author img

By

Published : Sep 22, 2021, 10:23 PM IST

Updated : Sep 22, 2022, 1:17 PM IST

  • નીતિન પટેલ અને નારણ કાછડીયા વચ્ચે શાબ્દિક વિવાદ
  • રૂપાણીએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી
  • બન્ને ભાજપના નેતાઓ વચ્ચેનો વિવાદ દુર્ભાગ્યપૂર્ણ

રાજકોટ: રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ અને ભાજપના સાંસદ નારણ કાછડીયા વચ્ચે સોશિયલ મીડિયા વચ્ચે વિવાદ શરૂ છે. જે મામલે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પોતાનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ એક દુર્ભાગ્યપૂર્ણ બાબત છે. આપણે ત્યાં સંગઠનમાં ઓન આ રીતની વાતચીત પણ બરોબર નથી, જેને લઈને આ ઘટનાનને હું દુર્ભાગ્યપૂર્ણ ગણું છું. આ સાથે જ રૂપાણીએ રાજકોટમાં આવેલા ભૈયાજી જોશી સાથે પણ મુલાકાત કરી હતી. આ મુલાકાતમાં કોઈ રાજકીય ચર્ચા નહિ થઈ હોવાનું તેમને જણાવ્યું હતું.

આ પણ વાંચો: નીતિન પટેલ ત્રણ વાર મુખ્યપ્રધાનપદની ગાડી ચુકી ગયા, હવે તેમનું શું થશે?

ધર્માંતરણ માટે આપણે પણ જવાબદાર: ભૈયાજી જોશી

રાજકોટ ખાતે કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા સંઘના વરિષ્ઠ આગેવાન એવા ભૈયાજી જોશીએ ધર્માંતરણ મામલે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ધર્માંતરણ મામલે આપણે લોકો ક્યાંકને ક્યાંક જવાબદાર છીએ. ધર્માંતરણ રોકવા માટે તમામ સ્તરોએ પ્રયાસ થવા જોઈએ. તેમજ દેશમાં ધર્માંતરણ ન થાય તે માટે અમે.ઓન વિચારી રહ્યા છીએ. જ્યારે રૂપાણી સરકારના રાજીનામાં અંગે તેમને કહ્યું હતું કે પક્ષે જે નિર્ણય કર્યો છે તે મુજબ વિજય રૂપાણીએ કર્યું છે. રૂપાણીને કઈ નવી જવાબદારી આપવામાં આવશે તે અંગે તેમને કઈ જણાવ્યું નહોતું.

આ પણ વાંચો: વિજય રૂપાણી-નીતિન પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડવાની વાત કરતું હતું ભાજપ, 27 દિવસમાં જ બદલાઈ ગયો આખો પ્લાન

Last Updated : Sep 22, 2022, 1:17 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.