- રાજકોટ મહાનગરપાલિકા પર થયો પૈસાનો વરસાદ
- વાહન વેરાથી થઈ અધધ રૂ. 7.67 કરોડની આવક
- કોરોના મહામારી વચ્ચે પણ રાજકોટ મનપાને લીલા લહેર
- છેલ્લા 6 માસમાં કુલ 10,202 વાહનો વેચાતા થઈ આવક
રાજકોટઃ રાજકોટમાં છેલ્લા 6 મહિનામાં ટૂ વ્હિલર, ફોર વ્હિલર સહિતના અંદાજિત 10,202 વાહનો વેચાયા છે, જેને લઈને રાજકોટ મનપાના વેરા શાખાની રૂ. 7.70 કરોડની આવક થઈ છે. જોકે, ગત વર્ષ કરતા આ વર્ષે વાહન વેરાની આવક રૂ. 2.37 કરોડ ઓછી નોંધાઈ છે. જ્યારે 17,883 વાહનો ઓછા વેચાયા છે. તેમ છતા કોરોના મહામારી વચ્ચે પણ વાહન વેરાની લાખોની આવક થતા હાલ શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
ગત વર્ષ કરતા આવક રૂ. 2.37 કરોડ ઓછી નોંધાઇ
રાજકોટ મનપાના વેરા શાખામાં નોંધાયેલી વિગત મુજબ, 1 એપ્રિલ 2020થી 22 ડિસેમ્બર 2020 સુધીમાં ટૂ વ્હિલર 14,392, ફોર વ્હિલર 358 સહિત કુલ 19,202 વાહન વેચાતા રૂ. 7,66,41,342ની વેરા આવક થઈ હતી. જ્યારે 1 એપ્રિલ 2019થી 22 ડિસેમ્બર 2019 સુધીમાં ટૂ વ્હિલર, ફોર વ્હિલર સહિત કૂલ 37,085 વાહનોનું વેચાણ થતા રૂ. 10,33,59,215ની આવક થઈ હતી. આમ, શહેરમાં ગયા વર્ષ કરતા આ વર્ષે છેલ્લા 6 માસમાં 17 હજાર વાહનો ઓછા વેચાતા વાહન વેરાની આવક ઘટી છે. કોરોના મહામારી વચ્ચે પણ રાજકોટ મનપામાં વાહન વેરાની રૂ. 7.67 કરોડની આવક નોંધાઈ છે.