ETV Bharat / city

રાજકોટ ગૃહીણી માટે માઠા સમાચાર, શાકભાજીના ભાવમાં થયો બમણો વધારો - Vegetable prices rose in Rajkot

રાજકોટમાં તૌકતે વાવાઝોડાને કારણે શાકભાજીના ભાવ વધ્યાં હતા. જેને લઈને શહેરની ગૃહીણીઓની સમસ્યામાં વધારો થયો હતો.

Latest news of Rajkot
Latest news of Rajkot
author img

By

Published : May 26, 2021, 5:43 PM IST

  • રાજકોટમાં ગૃહીણીઓ માટે માઠા સમાચાર
  • શાકભાજીના ભાવમાં આવ્યો વધારો
  • શાકભાજીમાં 30થી 40 ટકા ભાવમાં આવ્યો વધારો

રાજકોટ : તૌકતે વાવાઝોડાના કારણે સમગ્ર સૌરાષ્ટ્રમાં તારજી સર્જાઈ હતી, ત્યારે ખેડૂતોને પડ્યાં પર પાટું જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. વાવાઝોડા દરમિયાન ભારે પવન સાથે વરસાદના લીધે અનેક વિસ્તારોમાં શાકભાજીના વાવેતર ધોવાઈ ગયા છે. જેના લીધે હાલ શાકભાજીના ભાવ પણ સાતમે આસમાને છે. મહત્વનું છે કે, દર ચોમાસામાં શાકભાજીના ભાવ વધતા હોય છે. કારણ કે શાકભાજીની આવક ઓછી હોય છે. જોકે આ વર્ષે મોટાભાગના શાકભાજીના ભાવ લગભગ ડબલ જેવા જોવા મળી રહ્યા છે. બીજી તરફ વેપારીઓનું માનીએ તો હજુ આગામી 15 દિવસ સુધી આ ભાવ યથાવત રહે તેવું લાગી રહ્યું છે. શાકભાજીના એક અઠવાડિયા પહેલાં આ અને વર્તમાન ભાવ જાણીએ તો તે નીચે મુજબ છે.

રાજકોટમાં શાકભાજીના ભાવ વધ્યા હતા

આ પણ વાંચો : ઉપલેટા પંથકમાં તૌકતે વાવાઝોડાને કારણે કેળની ખેતી કરતા ખેડૂતોની બેઠી માઠી દશા

શાકભાજીના કિલોના ભાવ નીચે મુજબ છે

  • રીંગણાં 25થી 30 હતા, હાલ 50થી 60 રૂપિયા કિલો
  • દૂધી 20થી 25 હતી, હાલ 40થી 50 રૂપિયા કિલો
  • ગુવાર 40થી 50 રૂપિયા, હાલ 80થી 100 રૂપિયા કિલો
  • ટમેટા 20થી 25, હાલ 35થી 40 રૂપિયા
  • ફુલાવર 50થી 60 હતા, હાલ 80થી 100 રૂપિયા કિલો
  • કોબી 20થી 25 રૂપિયા હતા, હાલ 40થી 50 રૂપિયા
  • ભીંડો 40 રૂપિયા હતો, હાલ 70 રૂપિયા ભાવ
  • ચોળા 70થી 80 રૂપિયા હતા, હાલ 120 રૂપિયા બોલાયા
  • કારેલા 50થી 60 રૂપિયા બોલતા હતા, હાલ 70થી 80

હજુ 15થી 20 દિવસ શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા દેખાતી નથી

સમગ્ર દેશમાં જ્યારે તૌકતે વાવાઝોડાએ તરખાટ મચાવ્યો હતો, ત્યારે સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને પાકમાં વાવાઝોડાની માઠી અસર જોવા મળી હતી. જેથી તમામ પાકો પર વરસાદ પડતા ઘણા બધા શાકભાજી બળી જતા હાલ શાકભાજીનું ઉત્પાદન ઓછું હોવાથી શાકભાજીના ભાવમાં 30થી 35 ટકા જેટલો વધારો જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ ખાતરમાં પણ બમણો વધારો થવાથી હાલ શાકભાજીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. હજુ 15થી 20 દિવસ શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવી શક્યતા દેખાતી નથી. આવનારા સમયમાં શાકભાજીના ભાવ આસમાને ચડતા ગૃહીણીનું બજેટ ખોરવાયું હતું.

શાકભાજી
શાકભાજી

આ પણ વાંચો : ખંભાતના રાલજ રોડ પર 10થી વધુ વૃક્ષો ધરાશાયી

કોરોનાના કારણે લોકોના બજેટ ખોરવાયું

રાજકોટની ગૃહીણીએ Etv Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોનામાં ઘણી મુશ્કેલી પડી રહી છે. રેગ્યુલર ટાઈમમા પણ ઓછો ટાઈમ હોવાથી લોકડાઉનમા લોકોએ હાડમારી ભોગવી પડી રહી છે. શાકભાજીમાં ભાવ વધારાના કારણે શું ખાવું તે એક વિચાર કરવો પડે છે. જ્યારે સરકારે ભાવ વધારા સામે પગલા લેવા જોઈએ. કારણ કે લોકોના ઘરના બજેટ વિખાય જાય છે. સમગ્ર ચીજ વસ્તુમાં ભાવ વધે છે અને લોકડાઉન હોવાથી ઇન્કમમાં કોઈ વધારો થતો નથી. તો સરકારે ભાવ વધારા પાર ધ્યાન આપવું જોઈએ અને લોકોના બજેટને ધ્યાને રાખી નિર્ણય લેવો જોઈએ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.