- સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠનોએ પરીક્ષાનો કર્યો વિરોધ
- યુનિવર્સિટીએ 18 ઓક્ટોબરે પરીક્ષા યોજવાનો કર્યો હતો નિર્ણય
- વિદ્યાર્થી સંગઠનોએ ઉગ્ર રજૂઆત કરતા કુલપતિએ પરીક્ષા કરી રદ
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 18 ઓક્ટોબરે વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષાઓ જાહેર કરવામાં આવી હતી. જોકે, હજી પણ કેટલાક અભ્યાસક્રમ પૂર્ણ થયો નથી. તેને ધ્યાનમાં રાખી વિવિધ વિદ્યાર્થી સંગઠને યુનિવર્સિટીના કુલપતિને પરીક્ષા રદ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. કુલપતિ ડો. નીતિન પેથાણીએ આ રજૂઆતને ધ્યાનમાં રાખી પરીક્ષા રદ કરવાનો નિર્ણય કર્યો હતો. હવે પરીક્ષા માટેની આગામી તારીખ યુનિવર્સિટી ટૂંક સમયમાં જાહેર કરશે. તેવું કુલપતિએ જણાવ્યું હતું. જોકે, પરીક્ષા રદ થતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનોમાં ખુશી જોવા મળી હતી.
આ પણ વાંચો- NEET SS 2021: આવતા વર્ષે પેટર્નમાં થશે ફેરફાર, Supreme Courtની ઝાટકણી પછી કેન્દ્ર સરકારે કર્યો નિર્ણય
શિક્ષણ કાર્યમાં અવરોધ ઉભો થતા પરીક્ષાઓ રદ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ અભ્યાસક્રમોની આગામી 18 ઓક્ટોબરથી પરીક્ષા યોજવાનું આયોજન કરાયું હતું, પરંતુ વિવિધ વિદ્યાર્થી સંગઠનોએ પરીક્ષાઓને રદ કરવા ઉગ્ર રજૂઆત કરી હતી, જેને ધ્યાનમાં રાખી કુલપતિ ડો. નીતિન પેથાણીએ પરીક્ષાને રદ કરી હતી. જ્યારે કુલપતિએ આ પરીક્ષા રદ કરવાનું કારણ જણાવ્યું હતું કે, આ વખતે તાઉ-તે વાવાઝોડાના કારણે અને જામનગર જિલ્લામાં ભારે વરસાદ આવવાના કારણે શિક્ષણ કાર્યમાં અવરોધ ઊભો થયો હતો. આને લઈને વિદ્યાર્થીઓ વ્યવસ્થિત રીતે અભ્યાસ કરી શક્યા નથી. ત્યારે આગામી દિવસીમ યોજાનારી પરીક્ષાઓને રદ કરવામાં આવી છે.
આ પણ વાંચો- UPSC પરીક્ષા 2020 નું પરિણામ જાહેર, કાર્તિક જીવાણી ગુજરાતમાં પ્રથમ અને દેશમાં 8માં સ્થાને
અભ્યાસક્રમો પૂર્ણ ન થવાનો વિદ્યાર્થીઓ સંગઠનોનો આક્ષેપ
રાજકોટ NSUI અને ABVPના કાર્યકર્તાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર નીતિન પેથાણીને ઉગ્ર રજૂઆત કરી હતી. તેમ જ આગામી 18 તારીખથી યોજાનારી પરીક્ષાઓ રદ કરવાનું જણાવ્યું હતું. જોકે, વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવા અંગે જણાવ્યું હતું કે, યુનિવર્સિટીએ શિક્ષણ કાર્ય શરૂ કર્યું છે, પરંતુ તેનો અભ્યાસક્રમ હજી સુધી પૂર્ણ નથી થયો અને તે પહેલા જ યુનિવર્સિટીએ પરીક્ષા જાહેર કરી દીધી છે. તો હવે વિદ્યાર્થીઓ પરીક્ષા કઈ રીતે આપી શકશે. ત્યારે યુનિવર્સિટી દ્વારા આગામી દિવસોમાં લેવામાં પરીક્ષાને તાત્કાલિક ધોરણે રદ કરવી જોઈએ.
પરીક્ષાની તારીખ 15 દિવસ અગાઉ વિદ્યાર્થીઓને જાણ કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા રદ કરતા હવે આગામી તારીખ નક્કી કરવામાં આવશે. આ તારીખ નક્કી થયા પછી 15 દિવસ અગાઉ વિદ્યાર્થીઓને પરીક્ષા ક્યારે યોજાશે તે અંગે જાણ કરવામાં આવશે. તે મુજબ જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા વિવિધ અભ્યાસક્રમોની પરીક્ષા યોજાશે. જોકે, અત્યારે તો આ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય યુનિવર્સિટીએ કર્યો છે, જેને લઈને વિદ્યાર્થીઓ અને અલગ-અલગ વિદ્યાર્થી સંગઠનોમાં પણનો ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.