- 1 મેથી રાજકોટમાં વેક્સિનેશન શરૂ
- 10 હજાર લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
- લોકોમાં જોવા મળી રહ્યો છે ઉત્સાહ
રાજકોટઃ 1 મેથી રાજ્યમાં 10 જિલ્લાઓમાં 18થી વધુ વયના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે રાજકોટ શહેરમાં પણ આજથી કોરોના વેક્સિન આપવાની શરુઆત કરવામાં આવી છે. પ્રથમ દિવસે જ 10 હજાર જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યારે શહેરમાં હાલ 48 સ્થળોએ વેક્સિન આપવામાં આવી રહી છે. રાજકોટ સહિત રાજ્યના 10 જિલ્લાઓમાં આજથી કોરોના વેક્સિન 18 વર્ષથી વધુની વયના લોકોને આપવામાં આવશે. તેની મુખ્યપ્રધાન રૂપાણી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જેના ભાગરૂપે આજથી રાજકોટમાં વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: રાજ્યમાં શનિવારથી 18 વર્ષથી ઉપરના યુવાનોને અપાશે વેક્સિન
10 હજાર લોકોએ કરાવ્યું રજિસ્ટ્રેશન
રાજકોટમાં આજથી 18 વર્ષથી વધુની વયના લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં અંદાજીત 10 હજાર જેટલા લોકોએ પ્રથમ દિવસે વેક્સિન લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે શહેરના અલગ-અલગ વેક્સિન સ્થળો પર પણ વહેલી સવારથી જ લોકોની લાંબી કતાર જોવા મળી રહી છે. લોકોમાં પણ વેક્સિન લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જે લોકોએ કોરોના વેક્સિનની સાઇટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમને જ હાલ વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે આજથી રાજકોટમાં 18 વર્ષથી વધુની વયના લોકોને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો: રાજય સરકારના ઓર્ડરમાંથી સિરમ ઇન્સ્ટીટ્યુટે 3 લાખ વેક્સિનના ડોઝ ફાળવ્યા
શહેરના 48 સ્થળોએ આપવામાં આવી રહી છે વેક્સિન
રાજકોટ મનપા તંત્ર દ્વારા 48 જેટલા સ્થળોએ કોરોના વેક્સિન આપવાની વ્યવસ્થા ગોઠવામાં આવી છે. જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે તે પોતાના નજીકના અને મનપસંદ સ્થળોએ કોરોના વેક્સિન પોતાના સમયે લઈ શકશે. જ્યારે રાજકોટવાસીઓમાં પણ કોરોના વેક્સિન લેવા માટે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી જ અલગ-અલગ સ્થળોએ કોરોના વેક્સિન લેવા માટે યુવા વર્ગના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.