રાજકોટઃ જ્યારે રાજકોટની વાત કરવામાં આવે તો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ 15થી 18 વર્ષનાં બાળકો માટેની કોરોના વેકસીન માટેની તૈયારીઓ (Corona Vaccine Preparation for Children aged 15 to 18 years 2021) શરૂ કરી છે. રાજકોટમાં કોરોનાની વેકસીનનું પ્રથમ ડોઝનું વેકસીનેશન 100 ટકા કરતા વધુ થઈ ગયું છે અને બીજા ડોઝનું વેકસીનેશન 100 ટકા કરવાના લક્ષ્ય પર કોર્પોરેશન આગળ વધી વધી રહ્યું છે. એવામાં હવે બાળકો માટેની કોરોનાની વેકસીન લઈને રાજકોટ મહાનગરપાલિકાનું તંત્ર એલર્ટ (Vaccination for children 2022) થયું છે. જ્યારે પણ સરકાર દ્વારા આદેશ આપવામાં આવશે ત્યારથી જ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાળકોને કોરોના વેકસીન આપવાની શરૂઆત કરવામાં આવશે.
ધન્વંતરી રથમાં વધારો કરવામાં આવ્યો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાળકો આપવા માટેની કોરોનાની વેકસીનને લઈને તૈયારીઓ (Corona Vaccine Preparation for Children aged 15 to 18 years 2021) શરૂ કરવામાં આવી છે. તે અંગે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે રાજકોટમાં આગામી બે દિવસમાં જ ધનવંતરી સંખ્યામાં વધારો કરવામાં આવશે. જ્યારે રાજકોટ મહાનગરપાલિકા પાસે વેકસીનેશનની કામગીરી કરનાર આરોગ્યકર્મીનો સ્ટાફ પણ પુરતા પ્રમાણમાં છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા બાળકોને કોરોના વેકસીન આપવાની જાહેરાત કરવામાં આવશે. ત્યારથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી (Vaccination for children 2022) શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ 2018માં 13 મિલિયનથી વધુ બાળકોને રસી મળી નથી: UNICFF
મનપાની ટીમ શાળાકોલેજો સાથે સતત સંપર્કમાં
અમિત અરોરાએ વધુમાં જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાની ટીમ શાળા અને કોલેજોના સંપર્કમાં હોય છે. જ્યારે શાળાની કામગીરીને લઇને કહ્યું કે રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી નગરપ્રાથમિક શિક્ષણ અધિકારી અને ડીપીઈઓ આ તમામના સંપર્કમાં રાજકોટ મહાનગરપાલિકાની ટીમ છે એટલે જ્યારે પણ રાજકોટમાં બાળકો માટેની કોરોનાની વેકસીનની શરૂઆત (Vaccination for children 2022) કરવામાં આવશે. ત્યારે આ તમામની અધિકારીઓ કર્મચારીઓની પણ મદદ લેવામાં આવશે. હાલ રાજકોટ મહાનગરપાલિકા પાસે પૂરતો સ્ટાફ પણ છે. તેમજ રાજકોટમાં આગામી દિવસોમાં કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે મહાનગરપાલિકાનું તંત્ર તૈયાર છે.