- રાજકોટમાં કિન્નરોને અલગથી વેક્સિન આપવામાં આવી હતી
- 70થી વધુ કિન્નરોએ વેક્સિન લીધી
- કોરોનાથી બચવા વેક્સિનેશન એક જ ઉપાય
રાજકોટ: સમગ્ર સમગ્ર દેશમાં જ્યારે કોરોના હાહાકાર મચાવ્યો હતો. ત્યારે કોરોનાથી બચવા વેક્સિનેશન એક જ ઉપાય છે. ત્યારે ગુજરાતમાં વેક્સિનેશન ઝડપથી થાય તે માટે લોકોને જાગૃત કરવામાં આવે છે. લોકોમાં ખુબ જ અંધશ્રદ્ધા અને વેક્સિન વિષે ખોટી ભ્રમણાને દુર કરવા તંત્ર દ્વારા અલગ-અલગ નુસખા અપનાવી રહી છે. ત્યારે રાજકોટમાં કિન્નરોને અલગથી વેક્સિન આપવામાં આવી હતી. 70થી વધુ કિન્નરોએ વેક્સિન લીધી અને લોકોને વેક્સિન અચૂક લેવી જોઈએ. કોઈ અંધશ્રદ્ધા કે વેક્સિન વિષે ખોટી ભ્રમણામાં ન પડવું જોઈએ તેમજ વેક્સિન લેવી જરૂરી છે.
આ પણ વાંચો: Vaccination Camp : વિદેશ ભણવા જનારા વિદ્યાર્થીઓને ગુરૂવારે અપાશે પ્રથમ ડોઝ, 28 દિવસ બાદ બીજો ડોઝ
કિન્નર સમુદાય દ્વારા નવયુગ સ્કૂલ ખાતે વેક્સીનેશન કેમ્પ યોજવામાં આવ્યો
મનપાના આરોગ્ય વિભાગ અને કિન્નરો સમુદાય દ્વારા નવયુગ સ્કૂલ ખાતે વેક્સીનેશન કેમ્પ યોજવામાં આવ્યો હતો. ત્યારે કિન્નરોને વેક્સીનેશન જાગૃતી માટે કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં 70 જેટલા કિન્નરોને વેકસીનેશન કરવામાં આવ્યુ હતું. ત્યારે કિન્નરો દ્વારા પણ લોકોને વેકસીનેશન ફરજિયાત લેવી જોઈએ અને લોકોને સતત વેક્સિન વિશેની સાચી હકીકત જણાવી રહ્યા છે.વેક્સિન વિષે ખોટી ભ્રમણામા ના પડવું જોયે અને વેકસીનેશન લેવી જરૂરી છે.