ETV Bharat / city

રાજકોટમાં ઉત્તરાયણ બની લોહિયાળ, દોરી ગળામાં આવતા યુવાનનું મોત - uttarayan news

કોરોનાની મહામારી વચ્ચે પણ રાજકોટમાં ઉત્તરાયણ લોહિયાળ બની છે. જેમાં રૈયા 150 ફુટ રીંગ રોડ ટેલિફોન એક્ષચેન્જ પાસે ગળામાં પતંગનો દોરો ફસાયો હોવાથી ગળુ કપાઇ જતાં એક યુવાનનું મોત નીપજ્યું છે. શહેરના ગાંધીગ્રામ નાણાવટી ચોક સ્ટર્લિંગ પાછળ નંદનવાટીકા એપાર્ટમેન્ટમાં રહેતાં 21 વર્ષના યુવાન ઉત્સવ ચેતનભાઇ વ્યાસનું મોત થયું છે.

rajkot
rajkot
author img

By

Published : Jan 14, 2021, 11:02 PM IST

  • રાજકોટ ઉત્તરાયણ બની લોહિયાળ
  • દોરી ગળામાં આવતા યુવાનનું થયું મોત
  • ગળામાં પતંગનો દોરો ફસાતાં ગળુ કપાઇ ગયું

રાજકોટઃ જિલ્લામાં કોરોનાની મહામારી વચ્ચે પણ રાજકોટમાં ઉત્તરાયણ લોહિયાળ બની છે. જેમાં રૈયા 150 ફુટ રીંગ રોડ ટેલિફોન એક્ષચેન્જ પાસે ગળામાં પતંગનો દોરો ફસાતાં ગળુ કપાઇ જતાં એક યુવાનનું મોત નીપજ્યું છે. શહેરના ગાંધીગ્રામ નાણાવટી ચોક સ્ટર્લિંગ પાછળ નંદનવાટીકા એપાર્ટમેન્ટમાં રહેતાં 21 વર્ષના યુવાન ઉત્સવ ચેતનભાઇ વ્યાસનું મોત થયું છે.

યુવાનના પરિજનોમાં ફેલાઈ દુઃખની લાગણી

શહેરના 150 ફૂટ રિંગરોડ પર યુવાન એક્ટિવા લઈને જઈ રહ્યો હતો. તે દરમિયાન તેના ગાળામાં અચાનક પતંગની દોરી ફસાઈ ગઈ હતી. ગળામાં પતંગના દોરાથી ગંભીર રીતે ઘાયલ યુવાન રસ્તા પર પડી ગયો હતો. જેને તાત્કાલિક રાહદારીઓએ હોસ્પિટલમાં ખસેડયો હતો. પરંતુ વધુ સારવાર મળે તે પહેલા જ યુવાનનું મોત નીપજ્યું હતુ. જેને લઈને યુવાનના પરિજનોમાં દુઃખની લાગણી જોવા મળી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.