ETV Bharat / city

Upleta Locals Protest : સમસ્યાનું નિરાકરણ ન થાય તો મતની ભીખ માંગવી નહિ - Upstate Roadside Protests

રાજકોટના ઉપલેટામાં સ્થાનિક લોકોનો અનોખો (Upleta Locals Protest) વિરોધ જોવા મળ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે છેલ્લા 40 વર્ષથી અમારી સમસ્યાનું નિરાકરણ (Upleta local problem) આવતું નથી. પરંતુ, જો હવે આવનારા સમયમાં સમસ્યા સાંભળવામાં નહિ આવે તો મતની ભીખ માંગવી નહિ અને ઉગ્ર આંદોલન (Upleta primary facility Protest) Upleta) પણ કરીશું.

Upleta Locals Protest : સમસ્યાનું નિરાકરણ ન થાય તો મતની ભીખ માંગવી નહિ : ઉપલેટાના સ્થાનિકો

author img

By

Published : May 13, 2022, 2:09 PM IST

રાજકોટ : ઉપલેટા શહેરના વોર્ડ-7 માં આવેલા સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતા લોકો છેલ્લા 40 વર્ષથી સ્થાનિક સમસ્યાઓ અને સુવિધાઓથી વંચિત હોવાનું જણાવતા નજરે પડ્યા છે. જેમાં તેઓએ (Upleta Ward 7 People Protest) જણાવ્યું હતું કે, તમામ પ્રકારના કરવેરા ભરવા છતાં પણ તંત્ર તરફથી સુવિધાઓ અને જરૂરિયાતો પૂરી કરવામાં નથી આવતી. જેના કારણે સ્થાનિકોએ એકત્ર થઈને સુત્રોચ્ચાર સાથે પોતાની માંગ અને વિરોધ (Upleta Locals Protest) પ્રદર્શન યોજ્યો હતો.

ઉપલેટામાં સ્થાનિક લોકોનો અનોખો વિરોધ

"તંત્ર કોઈ સારસંભાળ નહીં લેતું" - આ અંગે સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અહિયાં અંદાજીત 400 જેટલા લોકો પ્રાથમિક સુવિધાઓના (Upleta Primary Facility Protest) અભાવે પીડાઈ રહ્યા છે. ત્યારે તેમના દ્વારા સમસ્યાને લઈને ઘણા વર્ષોથી લેખિત, મૌખિક સહિતની ફરિયાદો, રજૂઆતો કરી હોવાનું પણ જણાવ્યું છે. છતાં કોઈ નિરાકરણ નહીં આવતું હોવાનું અને તંત્ર કોઈ સારસંભાળ નહિ લેતું હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે. અહિયાં વાલા દવલાની નીતિઓ અપનાવવામાં આવતા હોવાના પણ આક્ષેપો કરવામાં આવી રહ્યા છે.

"મતની ભીખ માંગવી નહિ"

આ પણ વાંચો : ધરમપુરનો બ્રિજ ચોમાસાના 2 મહિના પાણીમાં ગરકાવ રહેતા 40 ગામના લોકો થાય છે હેરાન, 50 કિમી ફરીને આવવું પડે છે

40 વર્ષથી તફલીકો - ઉપલેટા શહેરમાં આવેલા આ વિસ્તાર ગત ટર્મના નગરપાલિકા પ્રમુખનો વિસ્તાર છે, જેમાં લોકો જણાવ્યું હતું કે, સમગ્ર બાબતની રજૂઆત અને ફરિયાદો કરવામાં આવેલી છે છતાં કોઈ પરિણામ આવતું નથી. જેથી આવનારા દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવું પણ જણાવ્યું હતું. વધુમાં સ્થાનિકોએ જણાવ્યું હતું કે, તેમના વિસ્તારમાં તંત્ર દ્વારા વેરા ઉઘરાવવામાં આવે છે છતાં પણ કોઈપણ પ્રકારની પ્રાથમિક સુવિધા કે રસ્તા (Upstate Roadside Protests) બનાવવામાં આવ્યા નથી. 40 વર્ષ થયાં આ વિસ્તારના છતાં તંત્રએ હજુ સુધી રસ્તાઓ નથી બનાવ્યો. જેના કારણે ચોમાસા દરમિયાન ભારે તકલીફો વેઠવી પડે છે.

પ્રાથમિક સુવિધા
પ્રાથમિક સુવિધા

આ પણ વાંચો : ડભોઇની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધા નહીં મળતા રહીશોએ વિરોધ પ્રદર્શન કર્યું

મતની ભીખ ન માંગવી - આ ઉપરાંત એ પણ સ્થાનિક લોકોએ જણાવ્યું કે, 40 વર્ષથી રસ્તાની સમસ્યાનું (Upleta Local Problem) નિરાકરણ નથી આવેલું. જેથી સ્થાનિક લોકોએ ગલી બહાર બેનરો લગાવી અને ચૂંટણીનો બહિષ્કાર કરવાની તેમજ મતની ભીખ ન માગવા આવવાના બેનરો લગાવ્યા છે. સાથે જ મહિલાઓએ પણ જણાવ્યું છે કે, જો સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો કચેરીઓની અંદર મહિલાઓ સત્સંગ કરી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. ઉપરાંત પુરૂષો પણ રામધુન કરશે તેચી ચીમકી ઉચ્ચારી છે. ત્યારે જોવાનું એ રહ્યું કે, સ્થાનિક લોકોને સમસ્યામાંથી બહાર લાવવા માટે તંત્ર અને વર્તમાન સ્થાનિક સત્તાધીશો કેટલી ચિંતા દાખવી અને નિરાકરણ લાવે છે કે કેમ.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.