ETV Bharat / city

રાજકોટમાં ભરઉનાળે લોકોને ઠંડકનો અહેસાસ પણ ખેડૂતોમાં શેની ચિંતા... - Rainfall in Rural Areas Rajkot

રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે વાતાવરણમાં ભારે (Unseasonal Rains in Rajkot) પલ્ટો જોવા મળ્યો હતો. આગ જેવી ધરતી પર ગરમી વચ્ચે રોડ-રસ્તા પર વરસાદના પાણી ફરી વળ્યા હતા. કમોસમી વરસાદને પગલે ખેતરમાં ઉભા (Crop Damage Due Unseasonal Rains) પાકને લઈને ખેડૂતોમાં ભારે ભય જોવા મળી રહ્યો હતો.

રાજકોટમાં ભરઉનાળે લોકોને ઠંડકનો અહેસાસ પણ ખેડૂતોમાં શેની ચિંતા...

author img

By

Published : May 6, 2022, 10:45 AM IST

રાજકોટ : રાજકોટ જિલ્લામાં ગઈકાલે સવારથી જ વાતાવરણમાં પલ્ટો (Unseasonal Rains in Rajkot) જોવા મળ્યો હતો. જેમાં ગઈકાલે વહેલી સવારે આકાશમાં વાદળો છવાયા હતા. ત્યારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલ્ટો જોવા મળ્યો હતો. જેથી ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. તેમજ વરસાદ પહેલા પવનને કારણે ધૂળની (Summer Rains in Gujarat) ડમરી પણ ઉડી જોવા મળી હતી.

ભર ઉનાળે ભાદરવો

ક્યાં ક્યાં વરસાદ વરસ્યો - રાજકોટ-ગોંડલ હાઇવે પર ધોધમાર વરસાદ વરસ્યો છે. જેમાં ગોંડલના રીબડા, પીપળિયા તેમજ આજુબાજુના ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત કોટડા સાંગાણી તાલુકામાં પણ (Rain in Kotda Sangani) ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય ગરમીમાંથી રાહત મેળવી છે. આ સાથે કેટલાક વિસ્તારોમાં કરા સાથે વરસાદ વરસ્યા હોવાની પણ વિગતો સામે આવી છે.

આ પણ વાંચો : Gujarat Weather forecast: સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદ અને ભારે પવનથી કેરીના પાકમાં નુકસાન

ખેડુતોમાં પાકને લઈને ભય - હાલ ખેડૂતોના ખેતરમાં તલી, બાજરી, મગનો પાક ઉભો છે. જેમાં તલીમાં ડોડવા બંધાવાની તૈયારી છે. તો બાજરીમાં ડુંડા પણ બેસી ગયા છે. ત્યારે કમોસમી વરસાદથી આ પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતોમાં જોવા મળી રહી છે. જે રીતે છેલ્લા કેટલાક દિવસથી રાજકોટ જિલ્લામાં તાપમાનનો (Unseasonal Rains in Gondal) પારો પણ ઊંચો રહેતો હોવાને કારણે લોકો આકરી ગરમીથી અકળાયા છે. ત્યારે બપોર બાદ ગોંડલ અને કોટડાસાંગાણી પંથકમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

આ પણ વાંચો : Gujarat Weather forecast: અમરેલીમાં વાદળછાયુ વાતાવરણ સર્જાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો

રોડ રસ્તા પર પાણી ફર્યો - આ સાથે રાજકોટના ગોંડલ શહેરે અને ગ્રામ્ય વિસ્તારમાં દિવસ દરમિયાન (Crop Damage Due Unseasonal Rains) આગ ઝરતી ગરમી વરસ્યા બાદ સાંજના સુમારે અચાનક વાતાવરણ પલટાયું હતું. જેમાં કાળા ડિબાંગ વાદળોથી આકાશ ગોરંભાવા બાદ તાલુકાના રીબડા, કોલીથડ, પાટીયાળી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તાઓ (Rainfall in Rural Areas Rajkot) પર પાણી ફરી વળ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.