ETV Bharat / city

રાજકોટના 2 યુવાનોની અનોખી સિદ્ધિ, ટ્રાન્સપરન્ટ સ્માર્ટ ફોનની ડિઝાઈન બનાવી પેટન્ટ મેળવી - કાર્તિક સુરૂ અને જિગર પંચાલ

ગુજરાતે હર હંમેશ દેશ અને દુનિયાને કઈંક નવું આપ્યું છે. પછી તે ઔદ્યોગિક ક્ષેત્ર હોય, સાંસ્કૃતિક ક્ષેત્ર હોય, માનવજાતના વિકાસ માટે હોય કે પછી વિજ્ઞાન અને ટેકનોલોજીનું ક્ષેત્ર હોય. આ ભૂમિમાં જન્મેલા લોકોએ વિવિધ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. એટલું જ નહીં પરંતુ માવજાતને કઈંક નવી ભેટ પણ આપી છે. ગુજરાતને ગૌરવ અપાવે તેવા આવા જ અદકા કાર્યનું કેન્દ્રબિંદુ બન્યું છે, સૌરાષ્ટ્રના પાટનગર તરીકે ઓળખાતું રાજકોટ.

રાજકોટના 2 યુવાનોની અનોખી સિદ્ધિ, ટ્રાન્સપરન્ટ સ્માર્ટ ફોનની ડિઝાઈન બનાવી પેટન્ટ મેળવી

author img

By

Published : Aug 27, 2021, 2:12 PM IST

  • રાજકોટના યુવાનોએ ટ્રાન્સપરન્ટ સ્માર્ટ ફોનની ડિઝાઈન બનાવી
  • આ યુવાનોએ સ્માર્ટ ફોનની ડિઝાઈન બનાવી મેળવી પેટન્ટ
  • રાજકોયના 2 યુવાનોએ ફિક્શન મુવીમાં વારંવાર દેખાતા ડિવાઈસ પરથી બનાવી ડિઝાઈન

રાજકોટઃ રાજ્ય સરકાર દ્વારા યુવાઓમાં રહેલા કૌશલ્યને બહાર લાવી તેને સ્વરોજગાર તરફ વાળવાના પ્રયાસોના પરિપાક સ્વરૂપે રાજકોટ ખાતે છેલ્લા ઘણા વર્ષોથી સરકાર માન્ય એ.વી.પી.ટી. ઈન્સ્ટિટ્યૂટ કાર્યરત છે. અભ્યાસ કરતાં યુવા મિત્રો કાર્તિક સુરૂ અને જિગર પંચાલે સાયન્સ ફિક્શન મુવીમાં વારંવાર પ્રદર્શિત થતું ડિવાઈસ જેને ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોન અથવા ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે ડિવાઇસ કહેવામાં આવે છે. તેનાથી પ્રભાવિત થઈને તેમના કૌશલ્ય થકી ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડિઝાઈન બનાવી, તેની પેટન્ટ મેળવીને માત્ર રાજકોટવાસીઓનું જ નહી, પરંતુ સમગ્ર ગુજરાતીઓનું મસ્તક ગૌરવથી ઉંચુ કર્યું છે.

રાજકોટના 2 યુવાનોની અનોખી સિદ્ધિ, ટ્રાન્સપરન્ટ સ્માર્ટ ફોનની ડિઝાઈન બનાવી પેટન્ટ મેળવી
રાજકોટના 2 યુવાનોની અનોખી સિદ્ધિ, ટ્રાન્સપરન્ટ સ્માર્ટ ફોનની ડિઝાઈન બનાવી પેટન્ટ મેળવી
આ પણ વાંચો- મોરબીની આ કંપનીમાં કામ કરી મહિલાઓ મેળવે છે 'આત્મસન્માન'
યુવાનોને સર્ટિફિકેટ પણ મળ્યું
યુવાનોને સર્ટિફિકેટ પણ મળ્યું

ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનનું સ્વપ્ન સાકાર થશે

આ ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડિઝાઈનનો વિચાર આગામી દિવસોમાં અમલમાં મુકાશે ત્યારે માત્ર રાજકોટ કે ગુજરાત જ નહીં, પરંતુ સમગ્ર દેશવાસીઓનું ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લેવાળા સ્માર્ટફોનનું સ્વપ્ન સાકાર થશે. તેમની આ સિદ્ધિની વાત કરતાં કાર્તિક સુરૂ કહે છે કે, ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટીના રાજકોટ ખાતે આવેલ જી.ટી.યુ. ઈનોવેશન અને સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ એન્ડ ઈનોવેશન પોલીસી અંતર્ગત અમારા આ આઈડિયાને પેટન્ટ માટે એપ્લાય કરવા સ્ક્રીનિંગમાં મંજૂરી મળતાં અમને રૂપિયા 25,000ની સહાય આપવામાં આવી. તેની મદદથી અમે બંનેએ અમારા આ સ્ટાર્ટઅપની ભારતમાં પેટન્ટ માટે "એલિમેન્ટલ ગ્રીન ટેક" (Elemental Green Tech) દ્વારા એપ્લિકેશન કરતાં અમારી આ પેટન્ટને ભારત સરકારની પેટન્ટ ઓફિસ દ્વારા પ્રકાશિત થતી પેટન્ટ જર્નલમાં 6 ઓગસ્ટે 2021ના રોજ પ્રકાશિત કરવામાં આવી છે, જેનો અમને ખૂબ આનંદ છે.

રાજકોટના યુવાનોએ ટ્રાન્સપરન્ટ સ્માર્ટ ફોનની ડિઝાઈન બનાવી

આ પણ વાંચો- અમદાવાદનો યુવક NCCમાં સારું પ્રદર્શન કરી ભારતીય નૌસેનામાં બન્યો ઓફિસર

ડિવાઈસની ઈન્ડસ્ટ્રીઅલ ડિઝાઇન રજિસ્ટ્રેશન માટે એપ્લિકેશન પણ કરી

આ પ્રકારના ડિવાઈસની ઈન્ડસ્ટ્રિઅલ ડિઝાઈન રજિસ્ટ્રેશન માટે એપ્લિકેશન પણ કરી છે. તેમ જણાવતાં કાર્તિક સુરુ કહે છે કે, અમારા એલિમેન્ટલ ગ્રીન ટેકને પેટન્ટ ફાઈલિંગ માટે એ.વી.પી.ટી.આઈ.ના પ્રિન્સિપાલ ડો. એ. એસ. પંડ્યા અને કો-ઓર્ડિનેટર આર. ડી. રઘાણીનું ટેકનિકલ ગાઈડન્સ અને મેન્ટરીંગ સપોર્ટ પણ સારો મળ્યો છે. નોંધનીય છે કે, એલિમેન્ટલ ગ્રીન ટેક દ્વારા રજિસ્ટર્ડ કરાયેલી પેટન્ટમાં હાલની ટેકનોલોજીની મર્યાદાને ધ્યાનમાં લઈને અશક્ય ગણાતા કાર્યને શક્ય બનાવીને ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડીઝાઈન તૈયાર કરવામાં આવી છે. તેના પરિણામે ઈલેક્ટ્રોનિક વેસ્ટમાં ઘટાડાની સાથોસાથ સ્માર્ટ ફોનને લગતા ઘણા પ્રશ્નોનો ઉકેલ મળશે. અને સૌ પ્રથમવાર ફૂલ્લી ફંકશનલ ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોન બનાવવું હવે શક્ય બનશે. આ ડિઝાઈનથી સ્ક્રિન પારદર્શક, એટલું જ નહી પરંતુ આ ડિવાઇસ જોવામાં પણ આકર્ષક લાગશે.

યુવાનોને સર્ટિફિકેટ પણ મળ્યું
યુવાનોને સર્ટિફિકેટ પણ મળ્યું
ડિઝાઈનમાં ફોનના કોમ્પોનન્ટ્સને બે ભાગમાં વિભાજિત કરાયા

આ યુવાઓ દ્વારા બનાવવામાં આવેલી આ ડિઝાઈનમાં ફોનના કોમ્પોનન્ટ્સને બે ભાગમાં વિભાજિત કરાયા છે. આ પ્રકારની ગોઠવણીના લીધે બે અલગ અલગ મોડયુલ્સ બનાવવામાં આવ્યા છે, જે સામાન્ય સ્માર્ટફોન તરીકે અને જયારે અલગ કરવામાં આવે ત્યારે પારદર્શક ડિસ્પ્લે સ્માર્ટફોન બની જાય છે. જ્યારે આ ફોન ટ્રાન્સપરન્ટ મોડમાં હશે ત્યારે ડિસ્પ્લે મોડ્યૂલની Head SAR Value (રેડિએશન) નહિંવત હશે.

યુવાનોને સર્ટિફિકેટ પણ મળ્યું
યુવાનોને સર્ટિફિકેટ પણ મળ્યું

પર્યાવરણમાં થતા પ્રદૂષણમાં ઘટાડો થશે

વર્તમાન સમયમાં ઈ-વેસ્ટ કે જે રિસાયકલ અથવા નષ્ટ કરવામાં ખૂબ જ અઘરું છે અને એટલે જ તે માનવજાત માટે ખૂબ મોટો પડકારરૂપ પણ બન્યું છે. તેવા સમયમાં ટ્રાન્સપરન્ટ ડિસ્પ્લે સ્માર્ટફોનની ડિઝાઈન મુજબ, સ્માર્ટફોન ઈ-વેસ્ટમાં નોંધપાત્ર ઘટાડો કરશે. પરિણામ સ્વરૂપે પર્યાવરણમાં થતા પ્રદૂષણમાં ઘટાડો થશે છે. એેટલું જ નહીં પરંતુ ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી એવી AR (Augmented Reality) અને VR (Virtual Reality) ટેકનોલોજીને આ પ્રકારના ડિવાઇસના લીધે વધુ સારી રીતે અમલ કરી શકાશે.

રાજકોટવાસી તરીકે ગૌરવ થાય તેવી અનેરી સિદ્ધિ

ગુજરાતની ખ્યાતી આજે દેશના સિમાડાઓ વટાવી વિશ્વમાં ફેલાઈ રહી છે. છેલ્લા બે દાયકાના ગુજરાતના સર્વાંગી વિકાસના કાર્યોના પરિણામે આજે રાજ્યના નગરોની સાથે મહાનગરો પણ વિકાસક્ષેત્રે અગ્રેસર બન્યા છે, જેના પરિણામે વિશ્વના સૌથી ઝડપથી વિકસતા શહેરોની સૂચિમાં અમદાવાદ, સુરતની સાથે રાજકોટનો સમાવેશ પણ થયો છે. વિકાસશીલ મહાનગર તરીકે રાજકોટને મળેલા આ ગૌરવની સાથે વૈશ્વિક કક્ષાએ આપણને રાજકોટવાસી તરીકે ગૌરવ થાય તેવી અનેરી સિદ્ધિનું રાજકોટને કેન્દ્રબિંદુ બનાવવા અન્યોથી એક ડગલું આગળ વધેલા રાજકોટના આ યુવાઓએ ટેકનોલોજીને માધ્યમ બનાવી ગુજરાતના યુવાઓને જોબ સિકરના બદલે જોબ ગીવર બનવાનો પ્રેરક સંદેશ પૂરો પાડયો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.