ETV Bharat / city

રાજકોટમાં જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રિય પ્રધાન રૂપાલા રહ્યા હાજર, કહ્યું- ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ચલાવી નહીં લેવાય - ખેડૂતો સિંચાઈ

ભાજપના કેન્દ્રિય પ્રધાનો અત્યારે ગુજરાતના વિવિધ વિસ્તારમાં ફરીને જન આશીર્વાદ યાત્રા (Jan Ashirwad Yatra) યોજી રહ્યા છે ત્યારે કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલા રાજકોટના સરધારમાં આ યાત્રામાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. અહીં, કેન્દ્રિય પ્રધાને સરકાર દ્વારા કરવામાં આવેલા કામની સિદ્ધિઓ વર્ણવી હતી. આ સાથે જ તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) વિકાસના કામોની પણ વાત જણાવી હતી.

રાજકોટમાં જન આશીર્વાદ યાત્રામાં કેન્દ્રિય પ્રધાન રૂપાલા રહ્યા હાજર, કહ્યું- ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ ચલાવી નહીં લેવાય

author img

By

Published : Aug 21, 2021, 12:51 PM IST

  • ગુજરાતના વિવિધ વિસ્તારોમાં (central minister parshotam rupala ) ભાજપની જન આશીર્વાદ યાત્રા
  • કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલા રાજકોટમાં જન આશીર્વાદ યાત્રામાં (BJP's Jan Ashirwad Yatra) રહ્યા ઉપસ્થિત
  • કેન્દ્રિય પ્રધાન સરકારની સિદ્ધિઓ ગણાવવાની સાથે દૂધમાં ભેળસેળ મામલે કાર્યવાહી કરવાની આપી ખાતરી

રાજકોટ: રાજ્યભરમાં અત્યારે ભાજપ દ્વારા જન આશીર્વાદ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટમાં સરધાર ખાતે યોજાયેલી આ યાત્રામાં ભાગ લેવા માટે કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલા (central minister parshotam rupala) પણ પહોંચ્યા હતા. અહીં સ્વામિનારાયણ મંદિર ખાતે કેન્દ્રિય પ્રધાને પત્રકાર પરિષદ યોજી હતી. આ સાથે જ તેમણે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા કામની સિદ્ધિઓ વર્ણવી હતી. જ્યારે તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) વિકાસના કામો અંગેની પણ વાત જણાવી હતી. તેમ જ હાલ રાજ્યમાં સામે આવેલા દૂધમાં ભેળસેળ મામલે પણ યોગ્ય કાર્યવાહીની ખાતરી આપી હતી.
આ પણ વાંચો- મહેસાણા ખાતે જનઆશીર્વાદ યાત્રા, ભાજપ એ અઢારે આલમના આશીર્વાદવાળી પાર્ટી છે : રૂપાલા

દૂધમાં ભેળસેળને લઈને કડક કાર્યવાહી કરાશેઃ પરસોત્તમ રૂપાલા

તાજેતરમાં જ રાજકોટ પોલીસે ભેળસેળવાળું દૂધ ઝડપી પાડ્યું છે. તેમ જ આ અંગેની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ મામલે કેન્દ્રિય પ્રધાન પરસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કોઈ પણ ખાદ્ય પદાર્થમાં ભેળસેળ હશે. તે જરાય ચલાવી નહીં લેવાય, જ્યારે આપણા દેશમાં ઘણી સારી દૂધ મંડળીઓ છે. એમાં પણ અમુલની નામના વિશ્વભરમાં છે. ત્યારે અમૂલની શાખ આંતરરાષ્ટ્રીય સ્તરે યોગ્ય રીતે જળવાઈ રહે તેવી કાર્યવાહી ભેળસેળ વાળાઓ વિરૂદ્ધ કરવામાં આવશે.

કેન્દ્રિય પ્રધાન સરકારની સિદ્ધિઓ ગણાવવાની સાથે દૂધમાં ભેળસેળ મામલે કાર્યવાહી કરવાની આપી ખાતરી

આ પણ વાંચો- મનસુખ માંડવિયાની જન આશીર્વાદ યાત્રા, પાટીદારો સાથે યોજી બેઠક

રાજ્યમાં ઘાસચારા માટે પરાલીની વિચારણા

જ્યારે વરસાદ પાછો ખેંચાવવાના કારણે પશુઓના ઘાસચારામાં પણ તેની અસર જોવા મળશે. તેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી સહિતના આસપાસના વિસ્તારમાં જે બે પાક વચ્ચે ઉગતી પરાલી છે. તેનો ઉપયોગ ઘાસચારા માટે કરવાની વિચારણા હાલ શરૂ છે. તેના કારણે કેન્દ્ર દ્વારા એક ટીમની રચના કરવામાં આવી છે. આ ઉપરાંત આ પરાલી જે વિસ્તારમાં વધુ હશે. ત્યાંથી લઈને અન્ય રાજ્યમાં પશુઓના ઘાસચારા માટે તેનો ઉપયોગ કરવામાં આવશે.

સિંચાઈ માટેના પાણી અંગે હજુ વિચારણા

હાલ ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાયો છે. એવામાં મોટાભાગના ખેડૂતો સિંચાઈ માટેના પાણીની માગણી કરી રહ્યા છે. ત્યારે આ અંગે કેન્દ્રિય પ્રધાન રૂપાલાએ જણાવ્યું હતું કે, હાલમાં રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણીની વ્યવસ્થા કરી રહી છે. તેમ જ તેને જ અત્યારે પ્રાથમિકતા આપવી પડે એમ છે. આ સિવાય જો પાણી વધશે તો ખેડૂતોને આ અંગે સિંચાઈ માટે પાણી આપવા અંગે વિચારણા કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.