રાજકોટ: ધોરણ-10 બોર્ડના પરિણામમાં ગોંડલની ગંગોત્રી સ્કૂલ ફરી એક વખત ઝળહળી છે. ગંગોત્રી સ્કૂલની ઋત્વી શિંગાળા અને અમૃતિયા નિરાલી એમ બે વિદ્યાર્થીનીઓએ 99.99 PR મેળવી ગોંડલ કેન્દ્ર તથા સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ગંગોત્રી સ્કૂલનું પરિણામ 94.55% આવ્યું છે. જ્યારે 100 વિદ્યાર્થીઓએ 90 PR મેળવ્યા છે.
ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતી અમૃતિયા નિરાલીના પિતા ખેતીકામ કરે છે. ધોરણ 10માં સારુ પરિણામ આવે તે માટે નિરાલી રોજ 16થી 17 કલાક મહેનત કરતી હતી.
નિરાલી હવે ધોરણ 11 સાયન્સમાં આ જ સ્કૂલમાં પ્રવેશ લઈ ન્યુરોસર્જન બની દર્દીઓની ઉત્તમ સેવા કરવાની મહેચ્છા ધરાવે છે.
ઋત્વી શિંગાળાના પિતા પણ ખેતીકામ કરે છે. ઋત્વીએ પણ ધોરણ 10માં દરરોજ 17 કલાક મહેનત કરેલી છે. તેને હવે સાયન્સ સ્ટ્રીમમાં આ જ સ્કૂલમાં અભ્યાસ કરી ઓર્ગેનિક રિસર્ચર તરીકે આગળ વધવું છે.
વેકરીયા દર્શને સમગ્ર ગુજરાત બોર્ડમાં બીજો નંબર મેળવી ગૌરવવંતુ પરિણામ મેળવ્યું છે દર્શનના પિતા ગોંડલમાં ઓઇલ ડીઝલની દુકાન ધરાવે છે.
દર્શનના કહેવા મુજબ તે રોજની ૧૩ કલાકથી વધારે મહેનત કરતો હતો હવે ધોરણ 11માં તે ગંગોત્રી સ્કૂલમાં જ સાયન્સ સ્ટ્રીમ લઈ સોફ્ટવેર એન્જિનિયર બનવાની ઈચ્છા ધરાવે છે.