- રાજકોટમાં બે મહિલાઓએ સરકારી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મેળવી
- બંને કોરોના પોઝિટિવ મહિલાઓએ સરકારી હોસ્પિટલમાં જવા કરી અપીલ
- સરકારી હોસ્પિટલમાં થતી સારવારને લઈને બંને મહિલામાં સંતોષ જોવા મળ્યો
રાજકોટઃ દિવાળી બાદ 24 નવેમ્બરે રક્ષા દેસાઈ નામના 66 વર્ષના મહિલાને કોરોનાના લક્ષણો દેખાયા, પરંતુ ખાનગી દવાખાનામાં સારવાર લેવાને બદલે તેમણે સરકારી દવાખાનામાં જ સારવાર લેવાનો આગ્રહ રાખ્યો, જેના પરિણામ સ્વરૂપ માત્ર સાત જ દિવસમાં તેઓ સંપૂર્ણ કોરોનામુક્ત થયા છે અને ખુશી-ખુશી પોતાના ઘરે પરત ફર્યા છે. આ અંગે તેમનો અભિપ્રાય આપતા રક્ષાબેને જણાવ્યું કે, સરકારી હોસ્પિટલમાં નિયત સમયે અમને ડોક્ટરો તપાસવા આવતા હતા. સમયે સમયે દવા મળતી હતી. નાસ્તો, લીંબુ પાણી, મોસંબી, કેળા, હળદરવાળું દૂધ, આ તમામ વસ્તુઓ અમને ચોક્કસ સમયે પૂરી પાડવામાં આવતી હતી અને કોરોના વોર્ડની સફાઈ ખૂબ સારી રીતે કરવામાં આવતી હતી.
રાજકોટમાં કોરોના પોઝિટિવ બે મહિલાએ કોરોનાને હરાવ્યો સરકારી સારવાર પ્રત્યે સંતોષ વ્યક્ત કરતા દર્દીઓરક્ષાબેનના પુત્ર શૈલેષભાઈએ પણ સરકારી સારવાર પ્રત્યે સંતોષ વ્યક્ત કરતા જણાવ્યું કે, અમને દિવસમાં ચાર વખત સરકારી હોસ્પિટલમાંથી વીડિયો કોલિંગ દ્વારા સમયે-સમયે મારા માતાની તબિયત વિષે જણાવવામાં આવતું હતું. અહીંના તમામ મેડિકલ સ્ટાફનું વલણ ખૂબ જ વિધેયાત્મક હતું, જેને લીધે મારા માતાની તબિયતમાં ખૂબ સુધારો આવ્યો છે અને હું સામાન્ય માણસોને અનુરોધ કરું છું કે કોરોનાનો માનસિક ડર કાઢી નાખો અને કોઈ પણ જાતનો સંકોચ રાખ્યા વગર આ રોગની સરકારી દવાખાનામાં જ સારવાર મેળવો.મારી સંભાળ પરિવારના સભ્યની જેમ જ લેવાઈઃ દર્દીહર્ષાબેન નામના અન્ય એક 58 વર્ષના બેને પણ હોસ્પિટલ ખાતેથી કોરોનામુક્ત થઈને વિદાય લીધી હતી. તેમણે પણ સરકારી દવાખાનામાં મળતી માનવતાભરી સારવાર પ્રત્યે રાજીપો વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, અહીં મારી સંભાળ મારા પરિવારના સભ્યની જેમ જ લેવામાં આવી હતી. મને એવું લાગ્યું જ નથી કે, હું મારા ઘરથી દૂર હતી. નર્સિંગ સ્ટાફનો ખૂબ સારો સહકાર મળે છે અને અહીંના લોકો મારા વાળ ઓળવાની, હાથ પકડીને નિત્યકર્મ માટે લઈ જવાની, તથા અન્ય અંગત બાબતોની પણ ખૂબ માવજતભરી કાળજી રાખે છે, તે જોઈને હું ખૂબ રાજી થઇ છું અને તેમને મારા અંતરના આશીર્વાદ આપું છું કે તેઓ તેમના જીવનમાં ખૂબ સુખી રહે. સરકારી સારવાર મેળવીને કોરોનાને નાથવામાં સફળ થયેલા દર્દીઓની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે ત્યારે સામાન્ય માણસોએ કોરોનાથી ડરવાના ને બદલે માસ્ક, સેનિટાઈઝર અને સામાજિક અંતરના સહારે કોરોનાથી બચવા માં પોતાનો સહયોગ અચૂક આપવો જોઈએ.