- રાજકોટની 28 સોસાયટીમાં અશાંતધારો
- સ્થાનિકો રાજી જોવા મળ્યા
- અશાંતધારો 13 જાન્યુઆરીથી 2021થી 12 જાન્યુઆરી 2026 સુધી અમલમાં રહેશે
રાજકોટઃ રાજ્ય સરકાર (Gujarat goverment) દ્વારા શહેરની વિવિધ 28 જેટલી સોસાયટીમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. આ અશાંતધારો 13 જાન્યુઆરીથી 2021થી 12 જાન્યુઆરી 2026 સુધી અમલમાં રહેવાનો છે. આ અશાંતધારા હેઠળ આવતા વિસ્તારમાં સ્થાવર મિલકતની લે- વેચ અથવા હસ્તાતરણ જિલ્લા કલેક્ટર (District Collector) ની મંજૂરી વિના થઈ શકતુ નથી. જ્યારે હાલમાં શહેરની 28 જેટલી વિવિધ સોસાયટીમાં આ અશાંતધારો લાગુ છે. જે લાગુ કરવા માટે સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી હતી. જ્યારે રાજકોટ મનપાની ચૂંટણી (RMC election) પહેલા શહેરમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો.
28 સોસાયટીમાં છે અશાંતધારો
રાજકોટની 28 જેટલી સોસાયટીમાં આ અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જેમાં રૈયારોડ, રેસકોર્સ રિંગરોડ, એરપોર્ટ રોડ પર આવેલી મોટાભાગની સોસાયટીઓનો સમાવેશ થાય છે. છોટુનગર, નિરંજન સોસાયટી, નહેરુનગર, સિંચાઇનગર સોસાયટી, ઇન્કમટેક્સ સોસાયટી, અવંતિકા પાર્ક, રેસકોર્સ પાર્ક સહિતની સોસાયટીનો સમાવેશ થાય છે. જ્યાં હાલમાં પણ અશાંતધારો લાગુ છે. જ્યારે આ વિસ્તારમાં કોઈપણ મિલકત કલેક્ટરની મંજૂરી વગર ખરીદી વહેંચી શકાતી નથી. તેમજ કલેક્ટરની મંજૂરી વગર કરવામાં આવેલી કાર્યવાહી માન્ય રહેતી નથી.
આ પણ વાંચો: અમદાવાદ અને વડોદરાના કેટલાક વિસ્તારમાં અશાંત ધારો લંબાવાયો
સ્થાનિકોની છેલ્લા 6 વર્ષથી હતી માગ
શહેરમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે તે વિસ્તારમાં રહેતા અને વ્યવસાયે વકીલ એવા હેમંતભાઈ શેઠે Etv Bharat ને જણાવ્યું હતું કે, અશાંતધારો અમારા વિસ્તારમાં લાગુ કરવામાં આવ્યો છે. જેમાં શહેરના ગાંધીગ્રામ વિસ્તારથી એરપોર્ટ વિસ્તાર સુધીમાં આવતી મોટાભાગની સોસાયટીમાં અશાંતધારો લાગુ છે. જેનાથી સ્થાનિકોને ખૂબ જ ફાયદો થયો છે. જેમાં મુખ્ય ફાયદો એ છે કે કેટલાક વિધર્મી લોકો સસ્તામાં પ્રોપર્ટી ખરીદીને તે વિસ્તારની સામાજિક શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરે છે તે હવે નથી થઈ રહ્યો અને વિસ્તારમાં સામાજિક એકતા જળવાઈ રહે છે.
આ પણ વાંચો: રાજકોટમાં અશાંતધારાનું અમલીકરણ : CM Vijay Rupanની રહેણાંક સહિત વધુ 28 સોસાયટીઓમાં અશાંતધારો લાગુ
અશાંતધારો આખા રાજકોટમાં લાગુ પડવો જોઈએ: સ્થાનિક
રાજકોટના રેસકોર્સ પાર્કમાં રહેતા મિતા સોમૌયાએ Etv Bharat ને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવામાં આવ્યો છે. જે ખૂબ જ સારી બાબત છે. જ્યારે હું એવું માનું છું કે, અશાંતધારો આખા રાજકોટમાં લાગુ કરવામાં આવે, જ્યારે હાલની 28 સોસાયટીની વાત કરવામાં આવે તો મનપાના વોર્ડ નંબર 1 અને 2 નો સમાવેશ થાય છે. અશાંતધારો આવવાના કારણે અમારા વિસ્તારમાં જે ગેરકાયદેસર રીતે સ્થાવર મિલ્કતની ખરીદી વહેંચાણની પ્રક્રિયા છે તે અટકી જાય છે.