ETV Bharat / city

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લગ્નની સીઝન દરમિયાન 5,000 કરોડ રૂપિયાનાં વેપારનું અનુમાન લગાવતા વેપારીઓ - ટેક્સટાઇલ ઉદ્યોગ

દેશભરમાં લગ્નસરાની સિઝનની શરૂઆત(beginning of the wedding season) થઈ ગઈ છે અને લાખોની સંખ્યામાં લગ્ન પ્રસંગો પણ યોજાશે. કોરોના કાળમાં અનેક લગ્નો રદ પણ કરવામાં આવ્યા હતા પરંતુ હવે કોરોનાનાં કેસમાં ઘટાડો(Reduction in the case of corona) નોંધાતા ફરી એક વખત લગ્નસરાની સિઝનમાં રોનક જોવા મળશે. ટેક્સટાઇલ ઉદ્યોગ(Textile industry)માં તમામ વેપારીઓએ આશા રાખી છે કે આવનારા ત્રણ મહિનામાં 5000 કરોડ રૂપિયાનો વેપાર લગ્નસરાની સિઝનમાં થશે.

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લગ્નની સીઝન દરમિયાન 5,000 કરોડ રૂપિયાનાં વેપારનું અનુમાન લગાવતા વેપારીઓ

author img

By

Published : Nov 15, 2021, 3:53 PM IST

Updated : Nov 16, 2021, 12:27 PM IST

  • લગ્નસરાની સિઝનમાં દેશભરનાં લોકો કાપડની ખરીદી માટે આવે છે સુરત
  • 800 રૂપિયાથી લઈને 1 લાખથી વધુ રૂપિયાનાં લહંગા તૈયાર કરાય છે
  • લગ્નની સીઝન દરમિયાન 5000 કરોડ રૂપિયાનાં વેપારનું અનુમાન

સુરત: એશિયાનો સૌથી મોટો ટેક્સટાઇલ(Textile industry) હબ એટલે સુરત છે. ત્યારે લગ્નસરાની સિઝન(beginning of the wedding season)માં દેશભરનાં લોકો કાપડની ખરીદી કરવાં માટે આવતા હોય છે. આખા વર્ષ દરમિયાન લગ્નસરાની સિઝનમાં ટેક્સટાઇલ ઉદ્યોગ(Textile industry) કરોડો રૂપિયાનો વેપાર કરતો હોય છે. આ અંગે સુરત ફેડરેશન ઓફ ટેકસ્ટાઈલ ટ્રેડર્સ એસોસિએશન(Surat Federation of Textile Traders Association)ના ડિરેક્ટર રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, કોરોનાના કારણે કાપડ ઉદ્યોગમાં ખરીદી નહીવત બની હતી. પરંતુ દિવાળી પહેલા આ વર્ષે ખરીદીમાં તેજી જોવા મળી રહી છે અને મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે આવી રહ્યા છે તેમજ અગત્યની વાત કરવામાં આવે તો લગ્નની સીઝન શરૂ થઈ ગઇ છે જે જૂન-જુલાઈ સુધી ચાલશે તેમાં સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ 18થી 20 હજાર કરોડનો વેપાર કરતું હોય છે પરંતુ આવનારા ત્રણ મહિનામાં લગ્નની સિઝનમાં ઉદ્યોગમાં 5,000 કરોડથી વધુનો વેપાર થશે.

સુરત ટેક્સટાઇલ માર્કેટમાં લગ્નની સીઝન દરમિયાન 5,000 કરોડ રૂપિયાનાં વેપારનું અનુમાન લગાવતા વેપારીઓ

શું છે લહંગાનાં ભાવ જાણો

લગ્નસરાની સિઝનમાં સુરતમાં સૌથી વધુ લહંગા(દુલ્હનાં વસ્ત્રો)ની ડિમાન્ડ જોવા મળી રહી છે. સુરતમાં 800 રૂપિયાથી લઈને 1 લાખથી વધુ રૂપિયાના લહંગા તૈયાર થાય છે. પરંતુ હાલ 15 થી લઇને 30 હજાર સુધીનાં લેંઘાની ડિમાન્ડ સૌથી વધારે છે. તેમજ 1,000 રૂપિયાથી વધુ મોંઘી સાડીઓની ડિમાન્ડ પણ નીકળી છે. યુપી, બિહાર, ઝારખંડ, રાજસ્થાન સહિત દેશનાં અન્ય રાજ્યોમાં લગ્ન પ્રસંગો લાખોની સંખ્યામાં યોજાવાનાં છે.

આ પણ જાણો : હિન્દૂ ધર્મમાં 'તુલસી વિવાહ' પર્વની ઉજવણી બાબતે જાણો...

આ પણ જાણો : Congress in-charge of Gujarat Raghu Sharma એ અંબાજીમાં દર્શન બાદ જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી

Last Updated : Nov 16, 2021, 12:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.