રાજકોટ પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણીના ગઢમાં Vijay Rupani stronghold મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં Tiranga Yatra of CM Bhupendra Patel બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા Har Ghar Tiranga યોજાઈ હતી. આ તિરંગા યાત્રામાં સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ગૃહરાજ્યપ્રધાન હર્ષ સંઘવી, જીતુ વાઘાણી, જગદીશ વિશ્વકર્મા અને અરવિંદ રૈયાણી સહિત લાખો રાજકોટવાસીઓ ઉત્સાહભેર જોડાયાં હતાં.
મુખ્યપ્રધાને શું કહ્યું આ પ્રસંગે ઉપસ્થિત દેશપ્રેમી શહેરીજનોને સંબોધતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આપણો દેશ અમૃતકાળમાં પ્રવેશી રહ્યો છે ત્યારે સૌ દેશવાસીઓ માટે તિરંગા યાત્રા Har Ghar Tiranga દેશભક્તિનો અમૂલ્ય અવસર છે. આ અવસરે દેશના અને રાજયના પ્રત્યેક નાગરિકે ખભેખભો મિલાવીને દેશની પ્રગતિમાં સહભાગી થવા તેમણે ઉપસ્થિતોને પ્રેરક આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે કોઇપણ પ્રકારના ભેદભાવ વગર રાષ્ટ્રીય પર્વની ઉજવણી એ ભારતની ઐતિહાસિક ધરોહર છે. ગૃહરાજયપ્રધાન હર્ષ સંઘવીએ આ તિરંગા યાત્રામાં Tiranga Yatra of CM Bhupendra Patel જોડાયેલ તમામ નાગરિકોને નશાબંધીના શપથ લેવડાવ્યા હતાં.
ઔષધીય છોડ અર્પણ કરી સ્વાગત મુખ્યપ્રધાનનું રાષ્ટ્રીય ધ્વજની પ્રતિકૃતિ તથા ઔષધિય છોડથી સ્વાગત કરાયું હતું. મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ સ્વાગત પ્રવચનમાં આઝાદી કા અમૃત મહોત્સવની Azadi ka amrut mahotsav પૂર્વભૂમિકા સમજાવી હતી અને નગરજનોને આ યાત્રામાં Har Ghar Tiranga સામેલ થવા બદલ આવકાર્યા હતા. જયારે મેયર પ્રદીપ ડવે યાત્રાને રાજકોટ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે યોજાયેલી તિરંગા યાત્રામાં Tiranga Yatra of CM Bhupendra Patel સહભાગી થયેલ તમામ શહેરીજનોનું અભિવાદન કરી મહાનુભાવોનું ઔષધીય છોડ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.
આ પણ વાંચો હર ઘર તિરંગા યાત્રામાં મુસ્લિમ શીખ સમાજ સહિત કિન્નર સમાજ જોડાયો
રાષ્ટ્રીય શાળામાં સંપન્ન થશે મહાત્મા ગાંધીજીના સંભારણા જ્યાં જોડાયેલા છે એવી રાષ્ટ્રીય શાળા ખાતે આ તિરંગા યાત્રા Tiranga Yatra of CM Bhupendra Patel સંપન્ન થઇ હતી. રાજકોટ ટેકસટાઇલ્સ એસોસિએશન Rajkot Textiles Association નદ્વારા બનાવાયેલા 200 ફૂટ લાંબા રાષ્ટ્રીય ધ્વજને NCC કેડેટસના જવાનો પૂર્ણ સન્માન સાથે સમગ્ર યાત્રા Har Ghar Tiranga દરમ્યાન સાથે લઇને ફર્યા હતા. વિવિધ પોઇન્ટ પર દેશભક્તિસભર 75 Independence Day સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયાં હતાં. આ યાત્રામાં પોલીસ તથા ફાયર બ્રિગેડના બાઇક્સ પોલીસ બેન્ડ એનસીસી બ્રહ્માકુમારી તથા ગુરુકુળ મંડળ સહિતના વિવિધ મંડળો જોડાયા હતાં.
આ પણ વાંચો થોડા વર્ષો પહેલા નિકળેલી યાત્રા આજે સમગ્ર રાષ્ટ્રમાં જોવા મળી રહી છે
રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ આ તિરંગા યાત્રામાં Tiranga Yatra of CM Bhupendra Patel રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ તથા અધિકારીઓ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, આર કે યુનિવર્સિટી, મારવાડી અને આત્મીય સહિત વિવિધ યુનિવર્સિટીઓ, સરદાર ધામ ગ્રુપ તેમજ ખોડલધામ ગ્રુપ સહિતના સામાજિક સંગઠનો, ચેમ્બર ઓફ કોમર્સ, શાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન સહિત વિવિધ ઉદ્યોગગૃહો તથા વેપારી સંગઠનો, ડોક્ટર્સ, વકીલો, સરકારી અધિકારી અને કર્મચારીગણ વગેરે જોડાઈને તિરંગા પ્રત્યેનો આદરભાવ વ્યક્ત કર્યો હતો. પોલીસ જવાનો પણ દેશના ઝંડા સાથે બાઈકમાં તિરંગા યાત્રામાં Har Ghar Tiranga જોડાયા હતાં. બહુમાળી ભવન ચોક ખાતે વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યાં હતાં. દિવ્યાંગ બાળકો દ્વારા સુંદર નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું.