ETV Bharat / city

મેળામાં આખલાના ઉલાળા, અચાનક મૃત્યુ ભાળી ગયા હોય એમ અફરા તફરી - Rajkot bull injured people

રાજકોટમાં જેતપુરના લોક મેળામાં આખલાએ આતંક મચાવ્યો હતો, ત્યારે મેળામાં આખલાના આતંકથી અફરા તફરી મચી ગઈ હતી. જુઓ આ અહેવાલમાં. panic in the fair of jetpur due to bull, rajkot fair bull panic

મેળામાં આખલાના ઉલાળા, અચાનક મૃત્યુ ભાળી ગયા હોય એમ અફરા તફરી

author img

By

Published : Aug 21, 2022, 1:05 PM IST

રાજકોટ: જેતપુર શહેરમાં ચાલી રહેલા જન્માષ્ટમીના લોકમેળામાં આખલાએ આતંક (panic in the fair of jetpur due to bull) મચાવ્યો હતો. મેળામાં આવી ચડેલા આ આખલાએ આતંક મચાવતા અફરા તફરી મચી હતી અને મેળામાં આવતા લોકોએ અસુરક્ષા જણાતા ભાગદોડ મચી જવા પામી હતી. જેમાં આ આખલાએ ઘણા લોકોને પોતાના આતંકની જપેટમાં લીધા હતા.

મેળામાં આખલાના ઉલાળા, અચાનક મૃત્યુ ભાળી ગયા હોય એમ અફરા તફરી

આ પણ વાંચોઃ મંદિરમાં આરતી કરતા પૂજારીના પગે વાંદરાએ બચકા ભર્યા

ગુજરાતમાં ઠેર-ઠેર રખડતા પશુઓના આતંકો સામે આવે છે. જેમાં આખલો તેમજ રખડતા પશુઓએ અનેક લોકોને પોતાની જપટે લેતા મોતના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. તો ક્યાંક કોઈએ કાયમી માટે પોતાના શરીરની ખામી ભોગવી રહ્યા છે, ત્યારે રાજકોટના જેતપુરમાં ચાલી રહેલા લોક મેળામાં (rajkot fair bull panic) આખલાએ આતંક મચાવ્યા બાદ તંત્રની કામગીરીને લઈને તેમજ મેળાની શુરક્ષાઓને લઈને સવાલો ઊભા થયા છે. જેતપુરના આ મેળામાં રખડતા ઢોરનો આતંક સામે આવતા તર્ક વિતર્ક જોવા મળ્યું હતું.

આ પણ વાંચોઃ ચાલુ ટ્રેનમાંથી ઉતરવું વૃદ્ધાને ભારે પડ્યુ, RPFની સતર્કતા કામ આવી

મેળામાં આખલાએ અનેક લોકોને પોતાની જપેટમાં લેતા જપટે ચડેલા લોકોને સામાન્ય ઈજાઓ (Rajkot bull injured people) થઈ હોવાની પણ વિગતો સામે આવી છે, ત્યારે આ આખલાના આતંકને કારણે મેળામાં આવેલ ઘણા બાળકો માતા-પિતાથી વિખુટા પણ પડી ગયા હતા. જેમાં આ ઘટનાથી મેળાની સુરક્ષાને લઈને પણ સવાલો ઊભા થયા છે. મેળાનું આ મેદાન અહીં આવતા લોકો માટે અસુરક્ષિત સાબિત થયું છે. જેને લઈને તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.