રાજકોટઃ રંગીલા રાજકોટમાં તસ્કરોનો આતંક (Terror of smugglers in Rajkot) દિવસેને દિવસે વધી રહ્યો છે. જ્યારે હવે તસ્કરો દ્વારા ચોરી કરવાની નવી તરકીબ CCTV કેમેરામાં કેદ (Terror of smugglers in Rajkot) થઈ છે. આમાં તેઓ PPE કિટ પહેરીને (Stolen with PPE kit in Rajkot) ચોરી કરતા નજરે પડી રહ્યા છે. શહેરના ગોંડલ ચોકડી નજીક એક શોરૂમ અને દુકાનમાં આ પ્રકારે ચોરી થવાની ઘટના સામે આવી છે.
આ પણ વાંચો- Crime in Ahmedabad: 'કારમાંથી ઓઈલ ટપકે છે' કહી લૂંટ કરતી ગેંગનો પર્દાફાશ, ઈસનપુર પોલીસે એક આરોપીની કરી ધરપકડ
તસ્કરો 1.78 લાખ ચોરી ગયા
ગોંડલ ચોકડી નજીક આવેલી ઓટો મોબાઈલની દુકાન (Shoplifting near Gondal intersection) અને તેની બાજુમાં રહેલી એક દુકાનમાં મોડી રાતે તસ્કરો ત્રાટક્યા (Terror of smugglers in Rajkot) હતા. અહીંથી તેમણે રોકડ રૂપિયા સહિતના મુદ્દામાલની ઉઠાંતરી કરી હતી. જ્યારે પોલીસની પ્રાથમિક તપાસમાં અંદાજિત 1.78 લાખ રૂપિયાની ચોરી થયાનું ખૂલ્યું છે. હાલ આ મામલે રાજકોટના આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ છે. તેમ જ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો- Diamond Theft in Navsari : 28.34 લાખના હીરા ચોરી કરી ચોર ગોવામાં જલસા કરતા ઝડપાયા
PPE કિટ પહેરીને તસ્કરો ત્રાટક્યા
પાર્થ એન્ટર પ્રાઈઝ અને તેના બાજુમાં રહેલી ઓટો મોબાઈલના શૉ રૂમમાં તસ્કરો PPE કિટ (Stolen with PPE kit in Rajkot) પહેરીને આવ્યા હતા. જ્યારે તસ્કરોએ છત પર લોખંડનો દરવાજો પણ ગ્રાઈન્ડર વડે કાપ્યો હતો અને અંદર પ્રવેશ્યા હતા. જે તમામ ઘટનાઓ દુકાનમાં લગાડવામાં આવેલ CCTV કેમેરામાં કેદ થઈ છે. હાલ આ મામલે પોલીસે CCTV કેમેરાના આધારે તપાસ શરૂ કરી છે.