રાજકોટઃ સમગ્ર દેશમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન લાગુ છે ત્યારે સરકારે લોકડાઉન દરમિયાન થોડીક છૂટછાટો આપી છે જે અંતર્ગત સરકારે લગ્ન માટે પણ મંજૂરી આપી છે.
ગોંડલ તાલુકાના પાટીદાર ગામે રહેતા આશિષભાઈ મકવાણાના બહેન પૂજાબેનના લગ્ન તાલુકાના આંબરડી ગામે રહેતા ભરતભાઈ સોલંકી સાથે નિર્ધાર્યા હોઈ વર અને કન્યા પક્ષ તરફથી સરકાર પાસે મંજૂરી મેળવી શુક્રવારે લગ્ન ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો. સાત કલાકની આપવામાં આવેલી આ મંજૂરીમાં નવયુગલોએ ચાર ફેર ફરી પ્રભુતામાં પગલાં માંડયા હતા, તેમજ 20 જાનૈયાઓ અને 13 માંડવીયાઓએ માસ્ક પહેરીયું હતું અને સોશિયલ ડિસ્ટન્સનું પણ ચુસ્ત પણે પાલન કર્યું હતું.