ETV Bharat / city

Survey Of Saurashtra University: શું તમારામાં પણ છે ટોલ પોપી સિન્ડ્રોમની વૃત્તિ?

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની કર્તવી ભટ્ટ અને ડો.ધારા આર. દોશી દ્વારા ટોલ પોપી સિન્ડ્રોમ(Tall poppy syndrome)ને લઇને સર્વે કરવામાં આવ્યો છે. ટોલ પોપી સિન્ડ્રોમ એ એક પ્રકારનો વિચારવાનો દૃષ્ટિકોણ છે તેવું કહી શકાય. સામાન્ય રીતે થોડી ઘણી ઇર્ષાનો આવેગ વ્યક્તિઓમાં હોય છે, પણ જયારે તેની માત્રા વધી જાય ખાસ કરીને અન્ય વ્યક્તિ કે અન્ય સંસ્થા જ્યારે પ્રગતિ કરતી હોય અને એ પ્રગતિ જોઈ તેને કોઈપણ રીતે અટકાવવાની વિકૃતિ એટલે ટોલ પોપી સિન્ડ્રોમ(Tall poppy syndrome).

ટોલ પોપી સિન્ડ્રોમનો સર્વે
ટોલ પોપી સિન્ડ્રોમનો સર્વે
author img

By

Published : Jul 29, 2021, 7:58 PM IST

  • કોઇની પ્રગતિ જોઈ કોઈપણ રીતે અટકાવવાની વિકૃતિ એટલે ટોલ પોપી સિન્ડ્રોમ(Tall poppy syndrome)
  • સામાન્ય રીતે થોડી ઘણી ઇર્ષાનો આવેગ વ્યક્તિઓમાં હોય છે
  • આ સિન્ડ્રોમનું મુખ્ય કારણ એ લોકોમાં રહેલી અસલામતીની ભાવના હોય છે

રાજકોટઃ સામાન્ય રીતે થોડી ઘણી ઇર્ષાનો આવેગ વ્યક્તિઓમાં હોય છે, પણ જયારે તેની માત્રા વધી જાય ખાસ કરીને અન્ય વ્યક્તિ કે અન્ય સંસ્થા જ્યારે પ્રગતિ કરતી હોય અને એ પ્રગતિ જોઈ તેને કોઈપણ રીતે અટકાવવાની વિકૃતિ એટલે ટોલ પોપી સિન્ડ્રોમ(Tall poppy syndrome). આ માનસિકતા પાછળનું મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ મનોવિજ્ઞાન ભવનની વિદ્યાર્થીની કર્તવી ભટ્ટ અને ડો.ધારા આર. દોશી દ્વારા કરવામાં આવ્યું છે. આ સિન્ડ્રોમનું મુખ્ય કારણ એ લોકોમાં રહેલી અસલામતીની ભાવના હોય છે.

આ પણ વાંચો- Survey Of Saurashtra University: શું તમને પણ થાય છે આવું ? આ ક્રોનીક સ્ટ્રેસ તો નથી ને..!

કોઈના આગળ વધી જવાથી પોતે પાછળ રહી જશે તેવો ડર મનમાં સતત ભમ્યા કરે છે

કોઈના આગળ વધી જવાથી પોતે પાછળ રહી જશે, તેવો ડર મનમાં સતત ભમ્યા કરે છે. જેના પરિણામે તેઓ અન્ય કરતા આગળ કઈ રીતે વધવું, તેના કરતાં એમની વૃદ્ધિ કઈ રીતે અટકાવવી એ વિશેના વિચારો અનુભવે છે. જેમ કે, એક જ વિષયના ઘણા બધા લોકો હોય પણ જ્યારે એક વ્યક્તિ કે સંસ્થા સતત પ્રગતિ કરે તો અન્ય લોકો તેમની પ્રગતિને કોઈપણ રીતે અટકાવવા અને તેને પછાડવા પ્રયત્નો કરે તે આ સિન્ડ્રોમથી પીડાતા હોય છે.

આ પ્રકારની માનસિકતા ઇર્ષ્યાવૃત્તીને પણ આકર્ષે છે

આ પ્રકારની માનસિકતા ઇર્ષ્યાવૃત્તીને પણ આકર્ષે છે. આવી માનસિકતા ધરાવતા લોકો સામાજિક સમાયોજન પણ સારી રીતે સાધી નથી શકતા. કારણ કે, તેઓ અન્યોની પ્રગતિ કે વૃદ્ધિ વિધાયક રીતે અપનાવી શકતા નથી.

શુ છે આ સિન્ડ્રોમ?

ટોલ પોપી સિન્ડ્રોમ(Tall poppy syndrome) એ એક પ્રકારનો વિચારવાનો દૃષ્ટિકોણ છે તેવું કહી શકાય. કારણ કે, આવી માનસિકતા પાછળ એક ચૂસ્ત દૃષ્ટિકોણ પણ અસર કરતો હોય છે, આથી તેઓ અન્યની સફળતા સાથે કોઈ નિષેધક બાબત જોડવાનો પ્રયત્ન કરે છે.

આવી માનસિકતા ધરાવતા લોકો અન્યની સફળતા જોઈ નથી શકતા

આવી માનસિકતા ધરાવતા લોકો અન્યની સફળતા જોઈ નથી શકતા અને તેમને ગમે તેમ કરી નીચા દેખાડવાના પ્રયત્નો કરવા લાગે છે. દા.ત. જો કોઈ વ્યક્તિ પોતાની મહેનતથી આગળ આવી હોય તો તેને કોઈ લાગવગ લગાડી હશે અથવા પૈસા ખવડાવ્યા હશે તેવી વાતો કરી તેમને નીચા દેખાડવાના પ્રયત્ન કરે છે. આવી માનસિકતાને પરિણામે તેઓ અન્યની સફળતા કે વૃદ્ધિ જોઈને સતત સ્ટ્રેસ કે લઘુતાગ્રંથિ અનુભવે છે. જેની અસર તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર નિષેધક રીતે પડી શકે છે.

માનસિકતાના પરિણામે તેઓ સફળ વ્યક્તિની ટીકા કરવાનું શરૂ કરે છે

આવી માનસિકતાના પરિણામે તેઓ સફળ વ્યક્તિની ટીકા કરવાનું શરૂ કરે છે અને એટલું જ નહિ તેમના વિશે અન્ય સામે નિષેધક વાતો કરવાનું શરૂ કરી દે છે. ત્યાં સુધી કે વ્યક્તિના ચરિત્ર વિશે પણ નિષેધક વાતો કરી સમાજમાં નામ બદનામ કરે છે. સતત ટીકાઓ અને નિષેધક બાબતો દ્વારા સફળ વ્યક્તિના મનોબળને નબળુ કરવાના પ્રયત્ન કરે છે.

ટોલ પોપી સિન્ડ્રોમ
ટોલ પોપી સિન્ડ્રોમ

આ પણ વાંચો- સર્વે: ટ્રાઇકોટિલોમેનિયામાં દર્દીને વાળ તોડતાં પહેલાં સ્ટ્રેસનો અનુભવ થાય છે

ટોલ પોપી સિન્ડ્રોમના કારણે થતી નિષેધક અસરો

  • ઇર્ષ્યાવૃત્તિમાં વધારો થાય છે
  • સામાજિક સમાયોજન સાધવામાં મુશ્કેલી પડે છે
  • સતત નકારાત્મક વિચારોની અસર શારીરિક સ્વાસ્થ્ય પર પડે છે
  • આનંદની વૃત્તી ઘટી જાય છે
  • સતત સ્ટ્રેસનો અનુભવ થાય છે
  • સતત ખોટા વિચારો રોગ પ્રતિકારક શક્તિ નબળી પાડે છે
  • લઘુતાગ્રંથિ અનુભવાય છે
  • આનંદના સમયમાં પણ વ્યક્તિ ઉદાસ રહે છે
  • સતત કોઈનો દોષ જોવામાં પોતાની પ્રગતિ પણ અટકાવે છે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.