- રાજવી પરિવારમાં રૂપિયા 1500 કરોડની સ્થાવર-જંગમ મિલકત વિવાદ
- મિલકત મામલે વિવાદ છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યો છે
- રાજકોટ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ હતી
રાજકોટઃ બહુચર્ચિત રાજકોટના રાજવી પરિવારની વારસાઈ મિલકત અંગે વર્તમાન રાજવી માંધાતાસિંહ મનોહરસિંહ જાડેજાએ સિવિલ કોર્ટમાં પોતાનો જવાબ રજૂ કર્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, રાજવી પરિવારની જે મિલકતને બહેન અંબાલિકા દેવીએ વડીલોપાર્જીત હોવાનો દાવો કરાયો છે, ત્યારે આ મિલકત ખરેખરમાં વડીલોપાર્જીત હોવાનું પુરવાર કરે, રાજવી માંધાતાસિંહે પોતાના વકીલ મારફતે કોર્ટમાં જવાબ રજૂ કરી બહેન અંબાલિકાદેવીની મનાઈ હુકમ મળવા અંગેની અરજી સામે વાંધા મુક્યા છે. જ્યારે હવે આ મામલે વધુ સુનાવણી આગામી 11ઓકટોબરે હાથ ધરવામાં આવશે.
રાજવી પરિવારના ભાઇ-બહેન વચ્ચે પરિવારની વારસાઈ મિલકત મામલે વિવાદ સર્જાયો
રાજ્યના ભૂતપૂર્વ નાણાપ્રધાન અને રાજકોટના રાજવી મનોહરસિંહ જાડેજાના નિધન બાદ તેમના પુત્ર અને પુત્રી એટલે કે રાજવી પરિવારના ભાઇ-બહેન વચ્ચે પરિવારની વારસાઈ મિલકત મામલે વિવાદ ઊભો થયો છે. જેમાં રાજવી પરિવારની વસિયત પ્રમાણે બહેનને દોઢ કરોડ આપ્યા હોવાની દલિલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો થઈ રહ્યો છે કે, બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ વસિયત વાંચીને ભાઈની તરફેણમાં રિલીઝ ડીડ પણ કરી આપ્યા હતા. ત્યારબાદ પાછળથી મિલકત મામલે વિવાદ ઉભો કરીને દાવો કરવામાં આવ્યો છે. જે અંગે સમગ્ર વિવાદ સર્જાયો છે.
અગાઉ બહેન અંબાલિક દેવી તરફી આવ્યો હતો ચુકાદો
રાજકોટના રાજવી પરિવારમાં રૂપિયા 1500 કરોડની સ્થાવર-જંગમ મિલકત છે. આ મિલકત મામલે વિવાદ છેલ્લા 1 વર્ષથી ચાલી રહ્યો છે. અગાઉ રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ વારસાઈ મિલકતની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કર્યાના મુદ્દે તેમના બહેન અંબાલિકાદેવીએ અપીલ સહિત કેસ કર્યો હતો. જે મામલે રાજકોટ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ હતી તેમજ અંબાલિકદેવી તરફથી રજૂ થયેલા દસ્તાવેજી સહિતના આધાર- પુરાવાઓ પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખીને અંબાલિક દેવી તરફી ચુકાદો આપ્યો હતો.
આ પણ વાંચો- રાજકોટના રાજવી પરિવારમાં મિલ્કતનો મામલો, અંબાલાદેવીના તરફેણમાં આવ્યો ચુકાદો
આ પણ વાંચો- રાજવી પરિવાર મિલકત વિવાદ, માંધાતાસિંહે ભત્રીજાની વાતને પાયાવિહોણી ગણાવી