- રાજ્યભરમાં અષાઢી બીજનો ઉત્સવ
- રાજકોટમાં પણ પ્રભુ નિકળ્યા નગરચર્યા કરવા
- કોરોના ગાઈડલાઈન સાથે નિકળી નગરચર્યા
રાજકોટ: આજે(સોમવારે) અષાઢી બીજ છે. કોરોનાની મહામારી વચ્ચે અષાઢી બીજની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના કેટલાક શહેરોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવામાં આવી રહી છે. રાજકોટમાં પણ આજે ભગવાન જગન્નાથજીની 14મી રથયાત્રા નીકળી હતી. ચાલુ વર્ષે કોરોનાની મહામારીના કારણે ભગવાન જગન્નાથજીની રથયાત્રા કોરોનાની ગ્રાઇડ લાઇન પ્રમાણે નીકળી હતી. રથયાત્રા દરમિયાન માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝર સહિતની વસ્તુઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવ્યું હતું.
પોલીસ અધિકારીઓ મળીને કુલ 400 કર્મીઓ
રાજકોટમાં આજે(સોમવારે) 14મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ હતી. જેમાં રાજકોટના 2 ACP, 5ન PI, 16 PSI, તેમજ મહિલા પોલીસ કર્મી સહિત 400 જેટલા પોલીસ કર્મીઓ દ્વારા રથયાત્રાના રૂટમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. જ્યારે રથયાત્રાના રૂટ દરમિયાન પણ કરફ્યુ પોલીસ કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે પોલીસ કર્મીઓ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે સવારે 8 વાગ્યાથી 11 વાગ્યા સુધીમાં આ રથયાત્રા પૂર્ણ થઈ જાય તેવું આયોજન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : ahmedabad crime branch: રથયાત્રાના અંતિમ સમયે ડ્રેસ કોર્ડ બદલાયો
પ્રથમ વખત રથયાત્રા દરમિયાન પ્રસાદ વિતરણ નથી
કૈલાશધામ તેમજ ખોડીયાર આશ્રમ દ્વારા આયોજિત રથયાત્રાના ઇતિહાસમાં પ્રથમ વખત જ આ વર્ષે પ્રસાદી વિતરણ રાખવામાં આવ્યું નથી. કોરોનાની મહામારીને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. માત્ર 60 જેટલા ખલાસીઓને દ્વારા ભગવાનની રથયાત્રાનો રથ ચલાવામાં આવી રહ્યો છે. જ્યારે આ રથયાત્રામાં ભાગ લેનારા તમામ ખલાસીઓના RTPCR ટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. કોરોનાની ગાઈડ લાઈન પ્રમાણે હાલ રાજકોટના અલગ અલગ વિસ્તારમાં આ રથયાત્રા યોજવામાં આવી રહી છે, પરંતુ દર વર્ષની જેમ યોજાતી આ રથયાત્રાનો રૂટ ટૂંકાવવામાં આવ્યો છે.
આ પણ વાંચો : સૌ નગરજનો કોરોના ગાઈડલાઈન પાળે, ઘરે રહીને રથયાત્રા નિહાળે : પ્રદીપસિંહ જાડેજા
રાજવી પરિવારે રથયાત્રાને પ્રસ્તાન કરાવ્યું
રાજકોટના ખોડીયાર આશ્રમ ખાતે વહેલી સવારે ભગવાન જગન્નાથની આરતી યોજવામાં આવી હતી. જેમાં રાજકોટના રાજવી માંધાતાસિંહજી તેમજ રાજકોટ પોલીસ કમિશનર અને ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજ જ સહિતના દિગ્ગજો જોડાયા હતા. રાજવી પરિવાર દ્વારા આ રથયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ યાત્રા યોજાઈ હતી. તેને રાજકોટવાસીઓએ પણ હર્ષ સાથે વધાવી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટનાં ઇતિહાસમાં પ્રથમ વખત માત્ર ગણતરીના જ ભક્તો દ્વારા રથયાત્રા યોજવામાં આવી રહી છે.