ETV Bharat / city

નેશનલ હાઇવે ઓથોરિટીએ FASTAGનો અમલ કરાવ્યો

નેશનલ હાઇવે ઓથોરિટીએ ટોલ પ્લાઝા પર પસાર થતા વાહનોને 15 ફેબ્રુઆરી સુધીમાં FASTAG ફરજિયાત કરાવી લેવા માટે સૂચન આપ્યું હતું. તેમનું અલ્ટીમેટમ પૂર્ણ થતા સંપૂર્ણ ચૂકવણી ફાસ્ટટેગથી ફરજિયાત કરવાનું રહેશે.

author img

By

Published : Feb 16, 2021, 7:25 AM IST

FASTAG ફરજીયાત
FASTAG ફરજીયાત
  • વાહનચાલકોને નેશનલ હાઇવે ઓથોરિટીનું અલ્ટીમેટમ
  • FASTAG ફરજિયાત
  • FASTAG નહીં હોય તો બમણો ટોલ ચૂકવવો પડશે

રાજકોટ: નેશનલ હાઇવે ઓથોરિટીએ ટોલ પ્લાઝા ઉપર 31 ડિસેમ્બર સુધીમાં દરેક વાહન ચાલકોને ટોલ પ્લાઝાની ચુકવણી માત્ર FASTAGથી જ કરવા સૂચન આપ્યું હતું. જે બાદ તેમનું અલ્ટીમેટમ ફરી દોઢ માસ માટે વધારવામાં આવ્યું હતું એટલે કે તેની અવધિ 15 ફેબ્રુઆરી સુધી કરવામાં આવી હતી. જેમનું અલ્ટીમેટમ 15 ફેબ્રુઆરી મધરાત્રે પૂરું થઈ જતાં અને મધરાત બાદ સંપૂર્ણ ટોલ પ્લાઝા પર વાહનચાલકોને ટોલ ચૂકવણી માત્ર FASTAGથી જ ફરજિયાત કરવાનું રહેશે. તે શરૂ થઈ જશે ત્યારે વાહનચાલકોમાં પણ ફાસ્ટેગ માટેની સંપૂર્ણ તૈયારીઓ પણ પૂર્ણ થઈ ચૂકી છે. તો ઘણા લોકો હજુ પણ આ કામગીરી કરાવી રહ્યા છે.

લોકલ વાહનોએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે

ટોલ પ્લાઝાના મેનેજરે જણાવ્યું હતું કે, જે વ્યક્તિ પાસે FASTAG નહીં હોય તો વાહનચાલકે ટોલ પ્લાઝા પર બમણી રકમ ચૂકવવી પડશે. લોકલ વાહનો હોય તેમને પોતાના લોકલ વાહન માટેનું અલગથી ઓફિસમાં ડોક્યુમેન્ટ આપી અને લોકલ વાહન અંગેનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેથી કરીને લોકલ વાહનચાલકોને તેમના FASTAG માંથી લોકલ કપાત થતી રહેશે એટલે કે તેમના FASTAG માંથી માત્ર લોકલના જ પૈસા કપાશે.આ સાથે જ નેશનલ હાઇવે પર આવેલા ટોલ પ્લાઝાઓ પર 15 તારીખ મધરાત 12 વાગ્યાથી જ સંપૂર્ણ ટોલ પ્લાઝા પર FASTAG ફરજિયાત થઇ જશે. ઉપરાંત જેમની પાસે FASTAG નહીં હોય તેમને રોકડમાં બમણો ટોલ ચૂકવવો પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.