- મહંતના મોતનું રહસ્ય અંતે પોલીસે ઉકેલી નાંખ્યું
- દોઢ વર્ષ પહેલા મહંતનો વીડિયો ઉતારી Blackmail કરી 20 લાખ પડાવ્યા
- પોલીસે 3 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
રાજકોટ : મોરબી હાઇવે પર આવેલા કાગદડીના શ્રી ખોડિયારધામ આશ્રમના મહંત સાધુ જયરામદાસ ગુરૂપ્રેમદાસના મોતનું રહસ્ય અંતે પોલીસે ઉકેલી નાંખ્યું છે. મહંતનું મોત કુદરતી નહોતું. કૌટુંબિક ભત્રીજા અને ભત્રીજાના બનેવી તથા એક સેવક વિરૂદ્ધ સ્યુસાઇડ નોટ લખી 1 જૂને આત્મહત્યા કરી હતી. તો કુદરતી મોત ગણાવી અંતિમવિધી પણ કરી નાંખવામાં આવી હતી. કુવાડવા પોલીસે ટ્રસ્ટી મંડળના રામજીભાઇ લીંબાસીયાની ફરિયાદ પરથી વધુ તપાસ કરતા 3 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : વડોદરા : સ્ટર્લિંગ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીએ આત્મહત્યા કરી
મહંતનું કુદરતી મૃત્યુ થયાનું ગામલોકો અને સેવકોને જણાવી તેમના અગ્નિ સંસ્કાર પણ કરી નાંખવામાં આવ્યા હતાં
મહંતનું કુદરતી મૃત્યુ થયાનું ગામલોકો અને સેવકોને જણાવી તેમના અગ્નિ સંસ્કાર પણ કરી નાંખવામાં આવ્યા હતાં. જોકે અંતિમવિધિ થઇ ગયાના બે દિવસ પછી મહંતના રૂમમાંથી એક સ્યુસાઇડ નોટ ટ્રસ્ટીને મળી આવી હતી. તેમાં જે લખાણ હતું તે આ બનાવ કુદરતી મૃત્યુનો નહિ પણ આત્મહત્યાનો હોવા તરફ ઇશારો કરતું હોવાથી પોલીસને જાણ કરવામાં આવી હતી. સમગ્ર પોલીસ તપાસમાં મહંતના મોતનું રહસ્ય ખુલ્યું હતું, ત્યારે મહંતને વારંવાર બ્લેકમેલ (Blackmail) કરતા હતા એટલા માટે મરવા મજબૂર થયા હતાં. સ્યુસાઇડ નોટ(suicide note)માં જે નામો હતાં તેના આધારે પોલિસે તપાસનો ધમધમાટ શરૂ કરી છે.
આ પણ વાંચો : ડીસા તાલુકાના માણેકપુરા ગામે પ્રેમી યુગલે ગળે ટુંપો ખાઈ કરી આત્મહત્યા
દોઢ વર્ષ પહેલા મહંતનો વીડિયો ઉતારી લેવાયો હતો, ભત્રીજા સહિતએ કટકે કટકે 20 લાખ પડાવ્યા
સમગ્ર પોલીસ તપાસમાં મહંતના મોતનું રહસ્ય ખુલ્યું હતું, ત્યારે મહંતને વારંવાર બ્લેકમેલ (Blackmail) કરતા હતા. એટલા માટે મરવા મજબૂર થયા હતાં. તસ્વીરમાં મહંતનો નિષ્પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો અને તેઓ શ્રીરામચરણ પામ્યા તેની માહિતી સાથેનું લખાણ જોઇ શકાય છે. સ્યુસાઇડ નોટ (suicide note)ને આધારે પોલીસે ગુનો દાખલ કરતાં મહંતના મોતનું રહસ્ય ખુલી ગયું છે. દોઢ વર્ષ પહેલા મહંતનો વીડિયો ઉતારી લેવાયો હતો. ભત્રીજા સહિતે કટકે કટકે 20 રૂપિયા લાખ પડાવ્યા હતા. તેમણે કુટુંબી ભત્રીજા સહિતના બ્લેકમેઇલીંગ (Blackmailing) અને ત્રાસને લીધે આત્મહત્યા કરી લીધાનું હાલ બહાર આવ્યું છે.
![મહંત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/12070757_346_12070757_1623233087809.png)
Blackmail કરી પૈસા પડાવતાં હોવાથી કંટાળી જઇ suicide note લખી ઝેર પી આત્મહત્યા કરી
સમગ્ર મામલે DCP ઝોન 1 પ્રવીણકુમાર મીણાએ પત્રકાર પરિષદ યોજી વધુમાં જણાવ્યું હતું કે, ખોડીયાર આશ્રમમાં ઘણા વર્ષોથી રહેતા મહંતનો એક મહિલા સાથેનો વીડિયો ઉતારી લઇ તેની ક્લીપને આધારે તેમને બ્લેકમેઇલ (Blackmail) કરવામાં આવી રહ્યાનું પણ ખુલ્યું છે. કુટુંબી ભત્રીજો, ભત્રીજાનો બનેવી અને રાજકોટ ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતો અને આશ્રમે સેવક તરીકે આવતો ભરવાડ શખ્સ બ્લેકમેઇલ (Blackmail) કરી પૈસા પડાવતાં હતાં. એ કારણે તેમણે કંટાળી જઇ સ્યુસાઇડ નોટ (suicide note) લખી ઝેર પી આત્મહત્યા કરી લીધાનું ખુલતાં કુવાડવા પોલીસે હાલ આશ્રમના ટ્રસ્ટી મંડળમાં શામેલ કાગદડીના ખેડૂતની ફરિયાદ પરથી ત્રણેય તથા તપાસમાં ખુલે એ તમામ સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
![રાજકોટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-03-mahant-mot-mamlo-pkg-gj10061_09062021143424_0906f_1623229464_541.jpg)
CCTV કેમેરા કબ્જે કરી પોલીસે તપાસ શરૂ કરી
DCP ઝોન 1 પ્રવીણકુમાર મીણાનું વધુમાં જણાવ્યું હતું કે, 31 તારીખે મહંતે ગૌ શાળાની દવા પી લીધી હતી. 1 તારીખે પ્રવીણભાઈ સવારે ઉઠાડવા જતા બાપુ મરણ ગયા હોવાનું જોયું હતું. 30 તારીખે આરોપી સાથે માથાકૂટ થઈ હતી. મહિલા સાથેનો વીડિયો બતાવીને બ્લેકમેઇલિંગ (Blackmailing) કરતા હતા આરોપી. બાપુને ઉલટી થતા દેવ હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા. પોલીસને આ અંગે જાણ કરી નહોતી. દોઢ વર્ષથી આરોપીઓ બાપુના સંપર્કમાં હતા. મહિલા સાથેનો આપતીજનક 6 વીડિયો હોવાથી બ્લેકમેલ (Blackmail) કરતા હતા. 20 પેજની સ્યુસાઈડ નોટ (suicide note) મળી છે અને સીસીટીવી કેમેરા કબ્જે કરી પોલીસે તપાસ શરૂ કરી છે.
![રાજકોટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-rjt-03-mahant-mot-mamlo-pkg-gj10061_09062021143424_0906f_1623229464_605.jpg)