- રાજકોટની હોટલના ચોથા માળેથી બાળકી પટકાઈ
- માતા મોબાઈલમાં વ્યસ્ત હતી અને બાળકી પડી ગઈ
- સારવાર દરમિયાન બાળકીનું મોત
રાજકોટઃ રાજકોટની ગોંડલ રોડ પરની હોટલના ચોથા માળેથી પડી જવા (baby girl fall from forth floor in rajkot)ના કારણે દોઢ વર્ષની બાળકીનું મોત થયાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. પ્રાથમિક વિગતોમાં બાળકીની માતા મોબાઈલમાં વ્યસ્ત હતી અને તે દરમિયાન આ ઘટના બની હતી. હાલ બાળકીના મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. જ્યારે સમગ્ર મામલે રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જો કે, આ બાળકી પડ્યાની ઘટના હોટેલમાં લગાડવામાં આવેલ CCTV કેમેરામા કેદ થઈ (baby girl fall from Rajkot hotel cctv footage) હોવાથી હાલ શહેરભરમાં આ બાળકી પડવાની ઘટના ચર્ચાનો વિષય બની છે.
રમતા રમતા બાળકી ચોથા માળેથી પટકાઈ
રાજકોટમાં સંબંધીની સગાઈનો પ્રસંગ હોઈ તેમના સ્વજનો મુંબઈ ખાતેથી રાજકોટ આવ્યા હતા. જે દરમિયાન રાજકોટની ગોંડલ રોડ પર આવેલ હોટેલમાં રોકાયા હતા. ત્યારે આજે સવારે હોટેલના 403 નંબરના રૂમમાં બારી ખુલી હતી અને બાળકી અહીં રમી રહી હતી. દરમિયાન અચાનક તે ચોથ માળેથી નીચે પટકાઈ હતી. જ્યારે આ ઘટનાની જાણ રુમમાં કોઈને નહોતી પરતું, હોટેલમાં નીચે બાળકી પડ્યાની જાણ થતાં તેઓએ બાળકીની માતાને આ અંગેની જાણ કરી હતી.
માતા મોબાઈલમાં વ્યસ્ત હતી અને બાળકી પડી ગઈ
સમગ્ર મામલે રાજકોટ પોલીસના ACPએ જણાવ્યું હતું કે, આ પરિવાર મુંબઈ ખાતેથી સગાઈ પ્રસંગમાં હાજરી આપવા માટે આવ્યો હતો. ત્યારે દોઢ વર્ષની નિત્યા હોટેલના રૂમમાં બારી પાસે રમી રહી હતી અને તેની માતા માનસી દિનેશભાઇ ગોહેલ મોબાઈલમાં વ્યસ્ત હતી તે દરમિયાન અચાનક રમતા રમતા નિત્યા બારીમાંથી નીચે પડી ગઈ હતી. જ્યારે રૂમમાં માતા અને પુત્ર બન્ને જ હજાર હતા. તે સમયે આ ઘટના બની હતી. જ્યારે આ મામલે રાજકોટ ભક્તિનગર પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: Murder Case in Rajkot : રાજકોટમાં લગ્ન કરવા બાબતે ભાઈએ ભાઈની કરી હત્યા
સારવાર દરમિયાન બાળકીનું મોત
ગોંડલ રોડ પરની હોટલના ચોથા માળેથી બાળકી પડી જતા તેને તાત્કાલિક હોટેલ સ્ટાફ દ્વારા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જો કે બાળકીને વધુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતુ. જ્યારે આ બાળકી ચોથા માળેથી પડી હોવાના CCTV વિડીયો પણ સામે આવ્યા છે. જેના આધારે પોલીસ દ્વારા હાલ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Warning to Farmers of Rajkot: જિલ્લાના ખેડૂતોને ખરીફ પાક યોગ્ય જગ્યાએ રાખવા સૂચના