- માલિયાસણ રહેતા પુત્રએ અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી
- પુત્રને ઝેરી દવા પીતો જોઈને માતાએ પણ ઝેરી દવા પીધી
- બન્નેને સારવાર માટે રાજકોટ સિવિલે ખસેડવામાં આવ્યા
રાજકોટઃ જિલ્લાના રાજકોટ-અમદાવાદ હાઇવે પર માલિયાસણ ગામમાં રહેતા માતા-પુત્રએ ઝેરી દવા પી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ખરેડી પાસે આવેલા એક ફાર્મ હાઉસમાં દિકરાને ઝેરી દવા પીતો જોઇને માતાએ પણ ઝેરી દવા પી લેતા બન્નેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે કુવાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ હોમવર્ક બાબતે શિક્ષકને જાણ કરતા 15 વર્ષીય વિદ્યાર્થિનીએ કરી આત્મહત્યા
રાજકોટ નજીક ફાર્મ હાઉસમા અગમ્યો કારણોસર માતા-પુત્રએ ઝેરી દવા પીધી
આ અંગે પોલીસે જણાવ્યા મુજબ ભગવાનભાઈ એક ફાર્મ હાઉસમાં ચોકીદારી કરતા હતા અને ફાર્મ હાઉસમાં જ રહેતા હતા. તેમને સંતાનમાં એક અરવિંદ નામનો પુત્ર છે જે માલીયાસણ રહે છે. તેમનો પુત્ર ફાર્મ હાઉસ ગયો હતો અને અગમ્ય કારણોસર ઝેરી દવા પીધી હતી. પુત્રને ઝેરી દવા પીતા જોઈને તેની માતા લીલાબેને પણ ઝેરી દવા પીધી હતી. બાદમાં તેના પૌત્ર હરેશને જાણ થતાં તેઓ દોડી ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બન્નેને સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. અરવિંદ હાલ બેભાન હોવાથી તેને કયા કારણોસર આ પગલું ભર્યું તેના વિશે પોલીસને કોઇ માહિતી મળી નથી. તેમનું નિવેદન લીધા બાદ સાચું કારણ બહાર આવશે.
આ પણ વાંચોઃ બોટાદ : ગઢડામાં પ્રેમી પંખીડાએ ઝેરી દવા પીને કરી આત્મહત્યા