ETV Bharat / city

રાજકોટના લોકો સાવચેતી નહી રાખે તો બસ, ચાની દુકાનો સહિતની વસ્તુઓ થશે બંધ- મેયર - કોરોના અંગે નિર્ણય

રાજ્યમાં કોરોના પોઝિટિવ કેસ વધતા સરકાર દ્વારા અમદાવાદ, બરોડા, સુરત અને રાજકોટ શહેરોમાં રાતના 10 વાગ્યાથી સવારના 6 સુધી કરફ્યૂ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અમદાવાદ, બરોડા અને સુરત જેવા મહાનગરમાં કોરોનાના પોઝિટિવ કેસ વધતા સિટી બસો, બાગ-બગીચા સહિતની વસ્તુઓ બંધ કરવાનો નિર્ણય કોર્પોરેશન દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટમાં હાલ અમદાવાદ, સુરત અને બરોડા કરતાં કોરોના કેસ ઓછા છે, પરંતુ જો શહેરીજનો સાવચેતી નહી રાખે તો રાજકોટમાં પણ બંધ અંગેનો નિર્ણય લેવામાં આવી શકે છે. આ પ્રકારની મેયરે જાહેરાત કરી છે.

અન્ય શહેરો કરતાં રાજકોટમાં કોરોના કેસોની સંખ્યા ઓછી

author img

By

Published : Mar 20, 2021, 9:32 PM IST

  • અન્ય શહેરો કરતાં રાજકોટમાં કોરોના કેસોની સંખ્યા ઓછી
  • સાવચેતી નહી રાખે તો રાજકોટમાં પણ બંધ અંગેનો નિર્ણય લેવાશે
  • પરિસ્થિતિને પહોંચી વળવા રાહુલ ગુપ્તાની નિમણૂક

રાજકોટ: જિલ્લામાં તાજેતરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાયા બાદ અમદાવાદ, બરોડા અને સુરતમાં કોરોના પોઝિટિવ કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જ્યારે રાજકોટમાં હજુ કોરોનાના કેસ કંટ્રોલમાં હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે, પણ રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો નોંધાયો છે. જેને લઇને રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. રાજકોટના પૂર્વ કલેક્ટર અને હાલમાં રાજ્ય સરકારના ઉદ્યોગ કમિશ્નર એવા ડો. રાહુલ ગુપ્તાની રાજકોટની પરિસ્થિતિને પહોંચી વળવા માટેની નિમણૂક કરવામાં આવી છે.

પરિસ્થિતિને પહોંચી વળવા રાહુલ ગુપ્તાની નિમણૂક

આ પણ વાંચો: રાજકોટમાં નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા જિલ્લાના અધિકારીઓ સાથે કરશે સમિક્ષા બેઠક

કોરોનાની મહામારીમાં ખૂબ જ સાવચેત રહેવું જરૂરી

રાજકોટમાં પણ કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. જેને લઇને રાજકોટના મેયર ડો. પ્રદીપ ડવે પણ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં લોકો સાવચેત નહીં રહે તો અમદાવાદ અને બરોડાની જેમ બંધ જાહેર કરવું પડશે તેમજ ચાની કીટલીઓ પણ બંધ કરવાનો વારો આવી શકે છે. એટલે કે શહેરીજનોએ પોતે જ હાલ કોરોનાની મહામારીમાં ખૂબ જ સાવચેત રહેવું જરૂરી છે. આ સાથે જ મેયરે ફરજિયાત માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર સેનિટાઇઝરનો ઉપયોગ પણ શહેરીજનોએ કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો: દેશમાં કોરોના પોઝિટિવ કેસોમાં સુરત બીજા ક્રમે, જીમ અને થિયેટર કરાયા બંધ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.