ETV Bharat / city

રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવ સરકારી બંગલામાં રહેવા નહીં જાય

રાજકોટમાં તાજેતરમાં જ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા હવે મનપામાં ભાજપનું શાસન શરૂ થયું છે. ત્યારે બે દિવસ પહેલાં જ રાજકોટ મનપાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. પ્રદીપ ડવે પત્રકારો સાથેની વાતચીતમાં પોતે સરકારી મેયર બંગલામાં ફેમિલી સાથે રહેવા નહીં જાય.

રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવ સરકારી બંગલામાં રહેવા નહીં જાય
રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવ સરકારી બંગલામાં રહેવા નહીં જાય
author img

By

Published : Mar 14, 2021, 12:20 PM IST

  • બે દિવસ પહેલાં જ રાજકોટ મનપાના પદાધિકારીઓની નિમણૂક થઈ
  • રાજકોટના મેયર ડૉ. પ્રદીપ ડવ સરકારી બંગલામાં રહેવા નહીં જાય
  • અત્યાર સુધીમાં 2 જેટલા મેયર જ સરકારી બંગલામાં રહેવા માટે ગયા
    રાજકોટના મેયર ડૉ. પ્રદીપ
    રાજકોટના મેયર ડૉ. પ્રદીપ

રાજકોટ: રાજકોટમાં તાજેતરમાં જ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળતા હવે મનપામાં ભાજપનું શાસન શરૂ થયું છે. ત્યારે બે દિવસ પહેલાં જ રાજકોટ મનપાના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે. જેમાં મેયર પદે ડૉ.પ્રદીપ ડવ, ડેપ્યુટી મેયર પદે ડૉ. દર્શીતા શાહ અને સ્ટેન્ડિંગ ચેરમેન પદે પુષ્કર પટેલની નિમણૂક કરવામાં આવી છે. ત્યારે હવે મેયર સહિતના પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવતા આગામી દિવસોમાં વિકાસના કામો વધુ ગતિ પકડે તેવી શક્યતાઓ છે.

આ પણ વાંચો: રાજકોટના 21માં મેયર તરીકે ડૉ. પ્રદીપ ડવની નિમણૂક

મેયર સરકારી બંગલામાં રહેવા નહીં જાય

રાજકોટના મેયર પદે ડૉ. પ્રદીપ ડવનું નામ સામે આવતાની સાથે જ તેમના સમર્થકોમાં ખુશીનો માહોલ છવાયો હતો. ત્યારે પ્રદીપ ડવે પત્રકારો સાથેની વાતચીતમાં પોતે સરકારી મેયર બંગલામાં ફેમિલી સાથે રહેવા નહીં જાય તેમ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, રાજકોટના મોટાભાગના મેયર સરકારી બંગલામાં રહેવા જતા નથી. સરકારી મેયર બંગલામાં પાર્ટી માટેની મિટિંગ સહિતના કામકાજ માટે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે અત્યાર સુધીમાં બે જેટલા જ મેયર આ સરકારી બંગલામાં રહેવા માટે ગયા છે.

આ પણ વાંચો: રાજકોટમાં કોણ બનશે મેયર, પદ માટે 6 કોર્પોરેટરો વચ્ચે જામશે હરિફાઈ

મોટાભાગના રાજકોટના મેયર આ બંગલામાં રહેવા માટે જતા નથી

રાજકોટના રેસકોર્સ સ્થિત આવેલા મેયર બંગલા અંગે એવી માન્યતાઓ છે કે, જે પણ મેયર આ બંગલામાં રહેવા માટે જાય છે તેઓની કારકિર્દી રાજકારણમાં સમાપ્ત થઈ જાય છે. જેને લઈને મોટાભાગના રાજકોટના મેયર આ બંગલામાં રહેવા માટે જતા નથી. જ્યારે અત્યાર સુધીમાં 2 જેટલા જ મેયર જેમાં જનકભાઈ કોટક અને રક્ષાબેન બોળીયા અત્યાર સુધીમાં આ સરકારી બંગલામાં રહેવા માટે ગયા હતા. જ્યારે હવે નવા ચૂંટાયેલા મેયર ડૉ. પ્રદિપ ડવ પણ આ બંગલામાં રહેવા માટે નહીં જાય.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.