અમદાવાદ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હંમેશાથી કોઈને કોઈ વિવાદોમાં ઘેરાયેલી રહેતી જ હોય છે. ત્યારે આ વખતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું (Senate Election in Saurashtra University) સેનેટ ચૂંટણીને લઇને ચકચાર મચી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી લઈને મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં પિયુષ પટેેલ નામના અરજદારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે કાર્યવાહી કરવા નોટિસ ઇશ્યુ કરી છે.
આ પણ વાંચો : Saurashtra University Paper Leak 2021: પટાવાળાના સગા માટે કર્યું કાંડ, પ્રિન્સિપાલ સહિત 6ની ધરપકડ
સેનેટની ચૂંટણી લઈને ચૂંટણી - કેસની વિગત જોઈએ તો , સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી યોજાતી હોય છે. પરંતુ આ વર્ષે ચૂંટણીને લઇને કોઇપણ જાતની મતદાર યાદી જાહેર કરવામાં આવી નથી. તેથી યુનિવર્સિટી કેમ્પસમાં અને તમામ લોકોમાં એક પ્રશ્ન છે કે આ વખતે યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી યોજાશે કે કેમ જેને લઈને ચાલી રહેલા સમગ્ર વિવાદ (Notice Against Saurashtra University) હાઈકોર્ટમાં પહોંચ્યો છે. તેમજ હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ કુલપતિ ડોક્ટર ભીમાણીએ આ મુદ્દે યુનિવર્સિટીના લીગલ વિભાગને જરૂરી કાર્યવાહી (HC on Senate Election) કરવા તાકીદ કરીને નોટિસ પણ પાઠવી છે.
હાઇકોર્ટમાં નોટિસ ઇશ્યુ - પિયુષ પટેલ નામના અરજદારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સામે કાર્યવાહી કરવા હાઇકોર્ટમાં નોટિસ ઇશ્યુ કરી છે. અને મતદાર યાદી ન થવા મુદ્દે સમગ્ર મામલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં ફસાઈ ગઈ છે. આ સમગ્ર મુદ્દે કોર્ટે 4 એપ્રિલ સુધીમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University in HC) પ્રતિનિધિઓને જવાબ રજૂ કરવા માટે કહેવામાં આવ્યું છે.