- રાજકોટ મનપાની વર્તમાન બોડીની છેલ્લી સ્ટેન્ડીંગ કમિટીની બેઠક મળી
- કોંગ્રેસ દ્વારા બેઠકમાં 8 દરખાસ્તનો વિરોધ દર્શાવાયો
- સ્ટેન્ડિંગ બેઠકમાં 51 દરખાસ્તમાંથી 1 કરાઈ રદ
રાજકોટઃ આજે યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કોંગ્રેસ દ્વારા 8 જેટલી દરખાસ્તનો વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં મુખ્યત્વે કોઈ પણ નવા કામ આપવા મુદ્દે કન્સલ્ટન્સીની નિમણૂક અને માત્ર ત્રણ મહિનામાં રૂ.9 લાખ માટેની બજેટની જોગવાઈને લઈને નિમણુકનો કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે શહેરમાં પેવિંગ બ્લોક તાજેતરમાં જ રાજકોટ મહાનગરપાલિકામાં પડેલા પાંચ ભળેલા પાંચ ગામોના વિસ્તારમાં ટેન્કર વડે પાણી આપવાની દરખાસ્ત કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
- 51માંથી મીરા ઉદ્યોગનગર રોડની દરખાસ્ત રદ
આજે મનપામાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ 51 જેટલી દરખાસ્ત મુકવામાં આવી હતી. જેમાં માત્ર એક દરખાસ્તને રદ કરવામાં આવી હતી. રદ કરવામાં આવેલી દરખાસ્તમ શહેરના મીરા ઉદ્યોગનગરમાં સીસી રોડ બનાવવાનો સમાવેશ થાય છે, કારણ કે અહીં ડી.આઈ. પાઈપલાઈનનું કામ બાકી છે. આથી આ દરખાસ્ત રદ કરવામાં આવી છે. જ્યારે 3 અરજન્ટ દરખાસ્ત કરવામાં આવી છે.