- રાજકોટમાં લાંબા સમય બાદ IT વિભાગની મોટી કાર્યવાહી
- RK ગ્રુપનાં સર્વાનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોને ત્યાં દરોડા
- લાંબા સમય બાદ ઓપરેશનના કારણે બિલ્ડર લોબીમાં સોપો
ન્યૂઝ ડેસ્ક: લાંબા સમય બાદ ITનું મેગા ઓપરેશન આજે સવારથી જ શરૂ થઇ ગયું છે. IT વિભાગે શહેરમાં બે ડઝનથી વધુ બિલ્ડરોના સ્થળો પર દરોડા પાડ્યા છે, ત્યારે RK ગ્રુપનાં સર્વાનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોને ત્યાં દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, સોનવાણીનાં સિલ્વર હાઇટ્સનાં ફલેટ પર દરોડા પડવાથી શહેરના અન્ય બિલ્ડરોમાં પણ ફફડાટો જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો- શ્રાવણ માસ નિમિતે રાજકોટમાં વિવિધ ફરસાણની દુકાનમાં ફૂડ વિભાગના દરોડા
IT વિભાગે સિલ્વર હાઇટ્સમાં રહેતા અન્ય ચાર ભાગીદારોને ત્યાં પણ તપાસ હાથ ધરી
શહેરમાં બે ડઝનથી વધુ બિલ્ડરોના સ્થળો પર દરોડા પાછળ મહત્વનું છે કે, IT વિભાગે સિલ્વર હાઇટ્સમાં રહેતા અન્ય ચાર ભાગીદારોને ત્યાં પણ તપાસ હાથ ધરી છે. જેમાં જાગનાથ માર્બલવાળા પ્રફુલ ગંગદેવ પણ ઝપેટમાં આવ્યા છે અને જાણીતા ઉદ્યોગપતિ હરીસિંહ સુચરીયાને ત્યાં પણ IT વિભાગે તપાસ રેડ કરી તેમના શ્રેયસ સોસાયટીના મકાનમાં તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં કઇ કઇ જગ્યાએ પડ્યા દરોડા
રાજકોટમાં લાંબા સમય બાદ IT વિભાગની મોટી કાર્યવાહીમાં સોનવાણીનાં સિલ્વર હાઇટ્સનાં ફલેટ પર દરોડા, સિલ્વર હાઇટ્સમાં રહેતા અન્ય ચાર ભાગીદારોને ત્યાં પણ તપાસ, જાગનાથ માર્બલવાળા પ્રફુલ ગંગદેવ પણ ઝપેટમાં, જાણીતા ઉદ્યોગપતિ હરીસિંહ સુચરીયાને ત્યાં પણ IT ત્રાટકયું , હરીસિંહનાં શ્રેયસ સોસાયટીનાં મકાન પર પણ ITની તપાસ , RK ગ્રુપની નાનામવા ખાતે આવેલી મુખ્ય ઓફિસ પર પણ ચેકિંગ , RK ગ્રુપનાં મુખ્ય બે કોન્ટ્રાકટરોને ત્યાં પણ તલાશી, આશિષ ટાંક અને રમેશ પંચાલને ત્યાં પણ થઇ રહી છે ઇન્કવાયરી, રિંગરોડ પરનાં 8 પ્રોજકેટને કારણે IT વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો- રાજકોટમાં ગેરકાયદે બાયોડીઝલ જપ્ત, દોઢ કરોડથી વધુના મુદ્દામાલ સહિત 1,71,20,000 કિંમતનો જથ્થો સીઝ
તપાસના અંતે કરોડોનું બેનામી નાણું મળે તેવી શક્યતા
RK ગ્રુપનાં સર્વાનંદ સોનવાણી સહિતનાં ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. રાજકોટમાં IT વિભાગે RK ગ્રુપના નાના મૌવા ખાતે આવેલી મુખ્ય ઓફિસ પર અને RK ગ્રુપનાં બે મુખ્ય કોન્ટ્રાક્ટર આશિષ ટાંક અને રમેશ પંચાલને ત્યાં પણ પૂછપરછ કરાઇ છે. ત્યારે તપાસના અંતે કરોડોનું બેનામી નાણું મળે તેવી શક્યતા છે. રાજકોટમાં લાંબા સમય બાદ ઓપરેશનના કારણે બિલ્ડર લોબીમાં સોપો, તપાસનાં અંતે કરોડોનું બેનામી નાણું મળે તેવી શકયતા છે.