ETV Bharat / city

આંતરરાષ્ટ્રીય વિન્ટેજ કાર રેલી ગોંડલના રાજવી પરિવારની મહેમાન બની - gondal latest news

21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલ્ચરલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય વિન્ટેજ કાર રેલી ગોંડલના રાજવી પરિવારની મહેમાન બની છે. આ એક પ્રીમિયર ઈવેન્ટ છે, જે એશિયાની ભવ્ય કોનકર્સ ડી એલીગન્સ આયોજન માટે પ્રખ્યાત છે. જેને ભારતીય ટુરિઝમ મંત્રાલય, ગુજરાત પર્યટન અને રાજસ્થાન પર્યટનનું પ્રોત્સાહન મળી રહ્યું છે. આ રેલી અંદાજીત 3500 કિલોમીટરની મુસાફરી કરશે.

ETV BHARAT
આંતરરાષ્ટ્રીય વિન્ટેજ કાર રેલી ગોંડલ રાજવી પરિવારની મહેમાન બની
author img

By

Published : Mar 3, 2020, 5:28 PM IST

Updated : Mar 3, 2020, 5:38 PM IST

રાજકોટ: 21 ગન સેલ્યુટ હેરિટેજ એન્ડ કલચરલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ એક પ્રીમિયર ઈવેન્ટ છે. જે એશિયાની ભવ્ય કોનકર્સ ડી એલીગન્સ આયોજન માટે પ્રખ્યાત છે. જેને ભારતીય ટુરિઝમ મંત્રાલય, ગુજરાત પર્યટન અને રાજસ્થાન પર્યટનનું પ્રોત્સાહન મળી રહ્યું છે. આ રેલીએ ગોંડલ રાજવી પરિવારની મહેમાનગતિ માણવા રાત્રિ રોકાણ કર્યું હતું. જેને ગોંડલના મહારાજા જ્યોતેન્દ્રસિંહજીએ ફ્લેગ ઓફ આપ્યો હતો. આ રેલીમાં ગોંડલના યુવરાજ હિમાંશુસિંહજી પણ જોડાયા હતા.

આંતરરાષ્ટ્રીય વિન્ટેજ કાર રેલી ગોંડલના રાજવી પરિવારની મહેમાન બની

આ રેલી અંગે રાજવી પરિવારના સેક્રેટરી ભાવેશભાઈ રાધનુપુરાએ જણાવ્યું હતું કે, રેલી 3 હજાર 500 કિલોમીટરની મુસાફરી કરશે. જ્યારે મહેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, દેશ-વિદેશથી આવેલા મહેમાનોનું કુમકુમ તિલક અને પુષ્પ ચોખાથી સ્વાગત કરાયું હતું. જે રાજવી પરિવારે કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે, 23 દિવસની વૈભવી રેલી ભારતના રજવાડાઓની મહેમાનગતી માણવાની સાથે જ સમૃદ્ધ શાહી ભારતીય હેરિટેજના 17 શહેરોની મુલાકાત લેશે.

આ વૈભવી કાર રેલીમાં કોણ વહર્ટની 1959 જગુઆર એક્સ કે 150 એસ, બેલ્જિયમથી ડેવિડ કોહની 1936 રોલ્સ રોયલ્સ 25/30 ગુર્ની નટીપ કૂપ, કેનેડાથી રાઉલ શાન જયોર્જની 1959 આલ્ફા 2000, બેલ્જિયમથી માઈકલ હેન્ટજેસની 1951 બેંન્ટલી, જર્મની અને ક્રિશ્ચિયન લ્યુટીયન્સ 1966 બેલ્જિયમના ફોલ્ડ મસ્તાગ સાહિતનાઓ જોડાયા હતા.

Last Updated : Mar 3, 2020, 5:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.