ETV Bharat / city

રાજકોટ જિલ્લામાં પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળનો ગુનો નોંધાયો - પત્રકાર પરિષદ

રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે જિલ્લાનો પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભૂમાફિયા વિરુદ્ધ આ નવો કાયદો લાગુ કર્યા બાદ રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત આ કાયદા હેઠળ 4 આરોપીઓ વિરુદ્ધ આ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં રમેશ સિંધવ, કમલેશ સિંધવ, નરેશ સિંધવ નામના 3 ભાઈઓ અને ધીરુભાઈ ગમારા નામના આરોપીઓનો સમાવેશ થાય છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ભૂમાફિયા વિરુદ્ધ નવા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવતા ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

લેન્ડ ગ્રેબિંગ એક્ટ
લેન્ડ ગ્રેબિંગ એક્ટ
author img

By

Published : Jan 3, 2021, 6:15 PM IST

Updated : Jan 3, 2021, 6:35 PM IST

  • રાજકોટ જિલ્લામાં પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળનો ગુનો નોંધાયો
  • ચાર શખ્સ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો
  • ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો

રાજકોટ : જિલ્લાના વીરપુર ખાતે જિલ્લાનો પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ભૂમાફિયા વિરુદ્ધ આ નવો કાયદો લાગુ કર્યા બાદ રાજકોટ જિલ્લામાં પ્રથમ વખત આ કાયદા હેઠળ ચાર શખ્સો વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં રમેશ સિંધવ, કમલેશ સિંધવ, નરેશ સિંધવ નામના 3 ભાઈઓ અને ધીરુભાઈ ગમારા નામના શખ્સનો સમાવેશ થાય છે. રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ભૂમાફિયા વિરુદ્ધ નવા કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવતા ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે.

રાજકોટ જિલ્લામાં પ્રથમ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળનો ગુનો નોંધાયો

ચાર શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધાયો

જિલ્લા પોલીસ વડા બલરામ મીનાએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમને જણાવ્યું હતું કે, લેન્ડ ગ્રેબિંગ એક્ટ આવ્યા બાદ રાજકોટ જિલ્લામાં પ્રથમ ગુનો દાખલ કરાયો છે. જેમાં રમેશ સિંધવ, કમલેશ સિંધવ, નરેશ સિંધવ નામના 3 ભાઈઓ અને ધીરુભાઈ ગમારા નામનો આરોપી જે ગોંડલ નગર પાલિકામાં કોન્ટ્રાકટ આધારિત નોકરી કરે છે, તેનો સમાવેશ થાય છે. આ ચાર આરોપીઓ પૈકી નરેશ સિંધવ નિખિલ દોંગાનો સાગરીત હોવાનું સામે આવ્યું છે.

ચારમાંથી બે પહેલાથી જ જેલમાં, બેની ધરપકડ

લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ રાજકોટ જિલ્લામાં પ્રથમ કેસ નોંધાયા બાદ પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં નરેશ સિંધવ નામનો શખ્સ અગાઉ જ જેલમાં છે. જ્યારે કમલેશ સિંધવ પણ જેલમાં છે, આરોપી રમેશ સિંધવ અને ધીરુભાઈ ગમારા જેમની પોલીસે આ ગુનામાં ધરપકડ કરી છે. આ ચાર આરોપી પૈકી બે આરોપીઓ જેલમાં હતા. જ્યારે બેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

Land Grabbing Act

આરોપીઓએ વીરપુરમાં બે ખેડૂતોની જમીન પચાવી પાડી

પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આરોપીઓએ ખેડૂતને વિશ્વાસમાં લઈને તેની વીરપુર સર્વે નંબર 560ની આશરે 90 વિઘા પૈકી 75 વીઘા જમીનનો દસ્તાવેજ કરાવી લીધો હતો. તેમજ આ જમીનની પૂરતી રકમ પણ ચૂકવી ન હતી. તેમજ આજ ખેડૂતની 15 વિઘા જમીન પણ ધમકી આપી બળજબરીથી પચાવી લીધી હતી અને ખેડૂતને માર પણ માર્યો હતો. આ સમગ્ર મામલે વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ આખી ઘટના સામે આવી હતી. જે બાદ પોલીસે નવા કાયદા મુજબ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.

Last Updated : Jan 3, 2021, 6:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.